Saturday, June 3, 2023
HomeGujaratVadodaraદારૂ પીને ઘરે આવ્યો છું પત્ની જમવાનું નથી આપતી, વાંચો કંટ્રોલને આવા...

દારૂ પીને ઘરે આવ્યો છું પત્ની જમવાનું નથી આપતી, વાંચો કંટ્રોલને આવા ફોન પછી પોલીસે શું કર્યું…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરા (Vadodara)શહેરના બાપોદ વિસ્તારમાં એક આશ્ચર્યમાં મુકી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સે ફોન કરી પોલીસ કંટ્રોલ રૂમને(Vadodara Police) એવી વિગત જણાવી કે પોલીસ પણ થોડીવાર માટે ચોંકી ઉઠી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરી ફોન કરનાર શખ્સની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

મળતી વિગતો અનુસાર વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ પર એક ફોન આવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં સમાન્ય રીતે ઈમરજન્સી સમયે ફોન કરવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે અસામાન્ય પ્રકારનો કૉલ પોલીસ કંટ્રોલને મળ્યો હતો. જેમાં સામે પક્ષે ફોન કરનાર માણસે પોતાની ઓળખ વિશાલ કૌશિકભાઈ રાજપૂત તરીકે આપી હતી. વિશાલ રાજપૂતે ફોનમાં જણાવ્યું હતું કે તે પોતે દારૂ પીધેલો છે અને તેની પત્ની જમવાનું આપવાની ના કહે છે અને ઝઘડો કરે છે. આવો ફોન આવતા થોડીવાર માટે તો પોલીસકર્મી પણ મુંઝવાયા હતા.

- Advertisement -

કંટ્રોલ રૂમે આ ફોનમાં આપેલી વિગતને આધારે બાપોદ પોલીસ સ્ટેશનને મેસેજ કરી જાણકારી આપી હતી. બાપોદ પોલીસે મળેલા એડ્રેસ પર તપાસ કરતા ત્યાંથી એક યુવક દારૂના નશામાં ચૂર થયેલો મળી આવ્યો હતો. આ યુવકની તપાસ કરતા તેનું નામ વિશાલ રાજપૂત હોવાનું અને તેણે પોતે જ ફોન કર્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે વિશાલ રાજપૂત છાસવારે દારૂ પી ઘરે બખેડો સર્જતો આવ્યો છે. માટે પોલીસે ધમાલ કરતા વિશાલ રાજપૂતની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે પોલીસ કંટ્રોલને ઘણી વખત દારૂ પી માથાકૂટ કરતા પતિની ફરિયાદ કરતા પરિવારના ફોન આવતા હોય છે. પરંતુ આ વખતે તો દારૂ પીને ડિંગલ કરતા શખ્સે પોતે જ પોલીસને માહિતી આપતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular