Tuesday, March 17, 2026
HomeGujaratGir Somnathગીર ગઢડામાં સહકારી મંડળીને મંત્રી અને પ્રમુખે દેવામાં નાખી, લાખો રૂપિયા ચાઉં...

ગીર ગઢડામાં સહકારી મંડળીને મંત્રી અને પ્રમુખે દેવામાં નાખી, લાખો રૂપિયા ચાઉં કરી જતાં ફરિયાદ નોંધાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ : Gir Somnath News: ગીર ગઢડામાં સહકારી મંડળીનું લાખો રૂપિયાનું કૌભાંડ (Co-operative society scam) સામે આવ્યું છે. જોકે આ કૌભાંડ બીજા કોઈએ નહીં પરંતું સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખે જ કર્યું હોવાનું સામે આવ્યું છે. જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ગીરગઢડા શાખાના ખીલાવડ ગામની (Khilavad) સેવા સહકારી મંડળીમાં વીસ ખેડુત સભાસદોએ લીધેલા ધીરાણના નાણા બેંકમાં જમા નહીં કરાવીને ખેડુતો અને બેંક સાથે વિશ્વાઘાત કરીને મંડળીને ફડચામાં નાખીને રૂપિયા 73,80,000 ચાઉં કરી ગયા છે.

આ મામલે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ગીરગઢડા શાખામાં ફરજ બજાવતા મેનેજર દિવ્યેશ મોરીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામે કાર્યરત ખીલાવડ સેવા સહકારી મંડળી લી.ના હોદ્દેદારો તરીકે અશોક બગીયા મંત્રી અને કનુ ભાલાળા પ્રમુખ બંને મંડળીનું સંચાલન કરે છે. ઉપરાંત મંડળીમાં છ માણસો કમીટી સભ્યો પણ છે, જેમાં મંત્રી અને પ્રમુખની દેખરેખ હેઠળ મંડળીનો વહીવટ થતો હોય છે. મંત્રીએ મંડળીમંડળના સભાસદ ખેડુતોને ધીરાણ કરજ તેઓની પાસેથી વસુલ લઈને ખેડુતોના કરજ ખાતામાં જમા લઈને નાણા મંડળીના બેંક ખાતામાં જમા કરાવવાના હોય છે. મંડળીના બાકીદાર ખેડુતોને નાણા ભરપાઈ કર્યા હોય તો મંત્રીની સહીથી નો-ડ્યુ સર્ટીફિકેટ આપવામાં આવતું હોય છે.

- Advertisement -

મંડળીના કરજદાર 20 ખેડુતોને 2 ઓગસ્ટના રોજ નાણાની વસુલાત માટે નોટીસ આપવામાં આવી હતી. 20 ખેડુતોને નોટીસ મળતાં ધીરાણની રમક રૂપિયા 73,80,000 મંડળીના મંત્રી અશોક બગીયાને ચુકવી દીધા હતા અને મંત્રીએ નોડ્યુ પ્રમાણપત્ર આપીને કરજદાર ખેડુતોએ ખેતીની જમીનો પર મંડળીનો ચાર્જ દુર કરાવી લીધો હોવાની વિગત સામે આવી હતી. આમ મંત્રીએ રૂપિયા 73,80,000ની ઉચાપત કરીને મંડળીને અને સહકારી બેંકને નુકસાન પહોંચાડ્યું છે. જેથી મંત્રી અને પ્રમુખે મંડળીનું વહીવટ રોજમેળમાં નહીં ચડાવી નાણાકીય ગેરરીતિ કરી છે. આ મંડણીનું દફતર અને હીસાબોની તપાસ કરવા દેવા અનેકવાર લેખીત અને મૌખીત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં મંત્રી અને પ્રમુખ તપાસ કરવા દેતા નથી, સાથે જ જુદા-જુદા બહાના કાઢીને મંડળીના ચોપડાઓ રજુ કરતાં નથી. આ મંડળી પાસે રૂપિયા 2,80,18,900 રૂપિયા ચડત વ્યાજ બાકી પેટે છે. મંડળીના કુલ 58 બાકીદાર ખેડુતો છે, જો તપાસ કરવામાં આવેતો ધીરાણ અને વસુલાતમાં આચરેલી ગેરરીતી પકડાય તેમ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular