Thursday, April 24, 2025
HomeGujaratAnandઆણંદ કલેક્ટરની હરકતો શૂટ કરનાર 'કેમેરામેન', 'ડાયરેક્ટર' અને 'કાસ્ટીંગ ડાયરેક્ટર' ઝડપાયા

આણંદ કલેક્ટરની હરકતો શૂટ કરનાર ‘કેમેરામેન’, ‘ડાયરેક્ટર’ અને ‘કાસ્ટીંગ ડાયરેક્ટર’ ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: થોડા સમય અગાઉ આણંદના કલેક્ટર (Anand District Collector) ડી. એસ. ગઢવીનો કથિત વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેઓ એક મહીલા સાથે અંગત પળો માણતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડતા તાત્કાલીક અસરથી કલેટકર ડી. એસ. ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ આણંદ કલેકટરનો ચાર્જ કલેકટરનો ચાર્જ DDOને સોંપવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટના મામલે ગુજરાત ATSએ તપાસ કરી ગુનો નોંધ્યાના સમાચાર મળી રહ્યા છે. આ મામલે ATSએ ADM કેતકી વ્યાસ, એક નાયબ મામલતદાર અને અન્ય એક વ્યક્તિ સામે FIR નોંધી છે.

આણંદના કલેક્ટર ડી. એસ. ગઢવીનો કથિત વિડીયો વાયરલ થયા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવતા વહીવટી તંત્રમાં ભારે ગણગણાટ શરૂ થયો હતો. સાથે જ આ ક્લિપ કેવી રીતે બની અને બહાર આવી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ગુજરાત ATSએ આજરોજ ગુનો દાખલ કર્યો છે. આ તપાસની પુછપરછ બાદ મહિલા ADM કેતકી વ્યાસ સહિત 3 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે માહિતી મળી રહી છે કે, આરોપીઓએ ષડયંત્ર રચી કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા. તેમજ મહિલા ADMએ જ કલેક્ટરને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular