Friday, April 17, 2026
HomeGujaratRajkotલગ્નની લાલચે યુવતીને ભગાડી ગયો યુવક, ચાલુ બસમાં દુષ્કર્મ આચરી જ્ઞાતિ વિશે...

લગ્નની લાલચે યુવતીને ભગાડી ગયો યુવક, ચાલુ બસમાં દુષ્કર્મ આચરી જ્ઞાતિ વિશે હડધુત કરી ત્યજી દીધી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગોંડલ: અવાર-નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગોંડલમાંથી (Gondal) વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને પહેલા તો ભગાડી ગયો હતો. ત્યારબાદ ચાલુ બસમાં તેની સાથે દુષ્કર્મ આચરી જ્ઞાતિ વિષયક યુવતીને અપમાનિત કરીને ત્યજી દીધી હતી. મામલે યુવતીએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના ગોંડલની છે. ગોંડલના વોરાકોટડા રોડ પર પંચપીરધાર વિસ્તારમાં રહેતી એક 19 વર્ષની યુવતી ગુંદાળા ગામે રહેતા આરોપી સાગર કુકડીયાના સંપર્કમાં આવી હતી અને બાદમાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. દરમ્યાન યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી હતી.

- Advertisement -

લગ્નની લાલચ આપીને થોડા દિવસ પહેલા જ આરોપી સાગર યુવતીને ફોસલાવીને તેના રહેણાંક વિસ્તારમાંથી ભગાડીને ગોંડલથી રાજકોટ લઈ ગયો હતો. ત્યારબાદ બંને રાજકોટથી બસમાં સુરત જવા નીકળ્યા હતા. દરમ્યાન રસ્તામાં આરોપી સાગરે યુવતીના જણાવ્યા અનુસાર ચાલુ બસમાં યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. સુરત રોકાયા બાદ બંને પરત બસમાં ગોંડલ આવવા માટે રવાના થયા હતા. સુરતથી ગોંડલ પરત ફરીને યુવતીને આરોપીએ પોતાના ઘર ગુંદાળામાં રોકી રાખી હતી.

પરંતુ અચાનક યુવકે પોતાનો ઇરાદો બદલી નાંખ્યો અને યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી આ બાબતને લઈને યુવક અને યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી. તે દરમ્યાન રોષે ભરાયેલા યુવકે યુવતીને તેની જ્ઞાતિને લઈને અપમાનિત શબ્દો બોલીને હડધુત કરી કાઢી મુકી હતી.

યુવતીને યુવકે ત્યજી દેતા બાદમાં યુવતી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. બાદમાં સમગ્ર બનાવ પ્રકાશમાં આવતા યુવતીએ યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદને આધારે ગોંડલ સીટી પોલીસે (Gondal City Police) તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીને દબોચી આગળની તપાસમના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular