નવજીવન ન્યૂઝ.રાજકોટઃ ગુજરાતના શિક્ષણમંત્રી અને રાજકોટના પ્રભારી જીતુ વાઘાણી બે દિવસથી રાજકોટના પ્રવાસે નીકળ્યા છે. દરમિયાન તેમણે સંત તુલસીદાસ પ્રા. શાળા 16ના 3.40 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા બિલ્ડીંગનું લોકાર્પણ કરતી વખતે વાલીઓને સંબોધિત કરતાં અચાનક જાણે પિત્તો ગુમાવ્યો હોય તેવું લાગ્યું હતું. તેમણે લોકોને સ્પષ્ટ સંબોધિત કરતાં કહ્યું કે ગુજરાતમાં શિક્ષણ સારું નહીં લાગતું હોય તેવાઓએ સર્ટિફીકેટ વગેરે લઈ જે દેશમાં કે રાજ્યમાં સારું લાગતું હોય ત્યાં જતા રહેવું જોઈએ.
જીતુ વાઘાણીએ આ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, જન્મ્યા અહીં ગુજરાતમાં, રહેવાનું અહીં ગુજરાતમાં, ધંધો કરવાનો, છોકરા ભણ્યા ગુજરાતમાં અને હવે બીજે સારુ લાગતું હોય તો મારી વિનંતી છે અહીં મીડિયા પત્રકારોની હાજરીમાં કે જેને બીજા રાજ્ય કે દેશમાં સારું લાગતું હોય તેઓ પોતાના સંતાનોના સર્ટિફિકેટ લઈ જ્યાં સારું લાગતું હોય ત્યાં જતા રહો. ઘર કુટુંબ ફેરવી નાખો અહીંયા તો બધું પતી ગયું છે, ભાંગીને ભુક્કો થઈ ગયું છે.
તેમણે કહ્યું કે, આપણે તો કહીએ છીએ કે ગુજરાત આવો, વ્યવસ્થા જુઓ. શિક્ષણને લગતા સૂચનો કરો પણ તે લોકોને તો બસ ટીકા જ કરવી છે. તેઓ અહીં બાળકોને મળ્યા, આપ નેતા યુવરાજસિંહ સંદર્ભે પણ કહ્યું કે, કોણ યુવરાજસિંહ, કાયદો બધાને લાગુ પડે છે, જે કોઈ ખોટું કરે તેને પકડી સજા આપવા સરકાર તૈયાર છે પણ મને ઈચ્છા થાય કે પેપર ફૂટી ગુયું અને ફોડી નાખું એવી રીતે સરકાર ન ચાલે.
ઉલ્લેખનીય છે કે જીતુ વાઘાણીએ જ્યારે જ્યારે પણ આવી રીતે પિત્તો ગુમાવ્યો છે ત્યારે વિવાદ સર્જાયો છે, અગાઉ પણ ફેબ્રુઆરી 2021માં તેમણે ભાવનગરની સભામાં સીઆર પાટીલને બદલે આર સી ફળદુને ભાજપના પ્રદેશ પ્રમુખ કહી દીધા હતા. જોકે તે સમયે માહોલ ગરમાયો પણ જીભ લપસી ગઈ હોય તેવો ભાવ સમજી બાબત ઠંડી પડી હતી પરંતુ હવે તો જાણે ગરમીમાં પારો છટક્યો હોય તેવું નિવેદન કરતાં લોકો પણ વિવિધ ચર્ચાઓમાં આ બાબતને લઈને જોડાવા લાગ્યા છે.
જીતુ વાઘાણીનો પિત્તો ભમ્યોઃ 'શિક્ષણ ન સારુ લાગતું હોય તો ગુજરાત છોડી જ્યાં સારુ લાગે ત્યાં જાઓ, અહીંયા તો બધુ ભાંગીને ભુકો થઈ ગયું' pic.twitter.com/xe5vAqWV3g
— Navajivan News (@NavajivanNews) April 6, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











