નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath News: ગીર સોમનાથના ઈકો સેન્સીટીવ ઝોન (eco-sensitive zone) સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન (illegal mining) મામલે અવાર-નવાર રજૂઆતો સામે આવતી રહે છે. છતાં પણ ખનીજ માફિયાઓનો (mining mafia)ગેરકાનૂની ધંધો બેરોકટોક ચાલતો રહે છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ (Jignesh Mevani) આ મામલે રજૂઆત કરી માઈનીંગ લીઝો અને સ્ટોન ક્રશરોને તાત્કાલીક બંધ કરવાની માગણી કરી છે.

કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ગીર સોમનાથ કલેકટરને રજૂઆત કરી ગેરકાયદેસર અને વન વિભાગના એન.ઓ.સી. વગર ચાલતી ખાણો બંધ કરવા રજૂઆત કરી છે. ગત 15 માર્ચે તેમણે ગીર સોમનાથ કલેટકરને પત્ર લખી રજૂઆત કરી છે કે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના અરીઠીયા, નલડલા ગામે ગીર અભ્યારણ ઈકો સેન્સેટીવ ઝોનમાં કેન્દ્ર સરકારની એન.ઓ.સી. વગર જ માઈનીંગ લીઝો ચાલે છે. જેને તાત્કાલીક બંધ કરાવી કાયમી ધોરણે તેમના વીજ જોડાણ કાપી નાખવામાં આવે.

જીજ્ઞેશ મેવાણીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગીર સોમનાથ જિલ્લાના ખાણ અને ખનીજ વિભાગ દ્વારા બ્લેક સ્ટોન લીઝો તેમજ સેન્ડ સ્ટોન ક્રશરો કે જેમની પાસે વન વિભાગ અને ઈ.સી.નું વાંધા પ્રમાણપત્ર નથી તેવા લીઝ હોલ્ડરના એકાઉન્ટ બંધ કરી દેવાયા છે. પણ હાલમાં આ સ્ટોન ક્રશરો ફરીથી ચાલુ થયા છે અને તેઓ ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી કરી રહ્યા છે. આ ખનીજ માફિયાઓ કોડીનાર તાલુકાના ઈકો સેન્સેટીવ ઝોનમાંથી કરોડો રૂપિયાની ગેર કાયદેસર ખનીજ કાઢી રહ્યા છે. જ્યારે તઆ સ્ટોન ક્રશરોના રોયલ્ટી એકાઉન્ટ ખનીજ વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. તો આ ખનીજ ચોરી અટકાવવા માટે તેમના વીજ જોડાણ તાત્કાલીક અસરથી કાપી નાખવામાં આવે અને કાયમી ધોરણે જોડાણ રદ કરવામાં આવે.


TAG: Jignesh Mevani, illegal mining in eco-sensitive zone of Gir Somnath
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796