Saturday, June 3, 2023
HomeGujaratAhmedabadપૂર્વ મંત્રીના ભાઈને પણ ઠગી ગયો છે કિરણ પટેલ, રિનોવેશનના નામે બંગલા...

પૂર્વ મંત્રીના ભાઈને પણ ઠગી ગયો છે કિરણ પટેલ, રિનોવેશનના નામે બંગલા પર દાવો ઠોક્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: નકલી PMO અધિકારી (Fake PMO Officer) બનીને કાશ્મીરમાં Z+ સિક્યોરીટીનો ઉપયોગ કરનાર કિરણ પટેલને લઈ દરરોજ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. કાશ્મીરમાં કિરણ પટેલ (Kiran Patel in Kashmir) ની ધરપકડ બાદ ગુજરાતના ખેડૂતો, પોલીસ અધિકારીઓ અને કેટલાક નેતાઓને પણ આ ઠગે છેતર્યા હોવાની વિગતો સામે આવી હતી. ત્યારે આજે ઠગ કિરણ પટેલ (Thug Kiran Patel)સામે ગુજરાતમાં ચોથી ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) માં ઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. ઠગ કિરણ પટેલ સામે ગુજરાતમાં આ ચોથી ફરિયાદ નોંધાઈ છે. ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા જ કિરણ પટેલની પત્ની ભુગર્ભમાં ઉતરી ગઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. મહત્વની વાત છે કે ફરિયાદી જગદીશ ચાવડા (Jagdish Chavda) પૂર્વ મંત્રી જવાહર ચાવડા (Jawahar Chavda) ના ભાઈ છે અને તેમનો બંગલો અમદાવાદના સિંધુ ભવન રોડ (sindhu bhavan road, ahmedabad) પર આવેલો છે. જે બંગલાનું રિનોવેશન કરવા કિરણ પટેલે રૂપિયા 35 લાખમાં કિરણ પટેલે લીધા હતા અને બાદમાં બંગલો પચાવી પાડવા માટે કારસો ઘડ્યો હતો.

- Advertisement -

ફરિયાદમાં જણાવાયું છે કે રિનોવેશનનું કામ પૂર્ણ થયા બાદ કિરણ પટેલે પોતાનો બંગલો બતાવીને વાસ્તુ પુજન ઘરની બહાર પોતાના નામ વાળુ બોર્ડ લગાવી તેના આધારે કિરણ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ દાખલ કરી દાવો માંડ્યો હતો. બંગલાના માલિક સાથે કેસના સમાધાન પેટે કિરણ પટેલે માણસો મોકલીને લાખો રૂપિયાની માગણી પણ કરી હતી. જે અંગે બંને પક્ષો દ્વારા સમાચારોમાં નોટિસ પણ આપવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર મામલે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં જગદીશ ચાવડાએ ફરિયાદ નોંધવી છે.

જગદીશ ચાવડાની ફરિયાદ અનુસાર, પત્નીની વય અવસ્થાના કારણે સિંધુ ભવન રોડ પર તાજ હોટલ પાસે આવેલા બંગ્લામાં રહેવાનું ફાવતું ન હતું. જેથી બંગ્લો વેચીને નાના મકાનમાં જવાનું નક્કી કર્યું હતું. ફેબ્રુઆરી 2022માં કિરણ પટેલે તેમની પત્નીને ફોન કરીને બંગ્લા અંગે પુછપરછ કરીને મળવા માટે આવ્યો હતો. આ દરમિયાન કિરણ પટેલે બંગ્લામાં રિનોવેશન કરાવો તો સારો ભાવ મળે તેમ જણાવ્યું હતું. બે-ત્રણ દિવસ બાદ કિરણએ બંગ્લાની સામે આવેલા ટી-પોસ્ટ કેફેમાં મળવા માટે બોલાવ્યો હતો. આ દરમિયાન પોતે ટી-પોસ્ટમાં ભાગીદાર હોવાનું, મોટી રાજકીય વગ ધરાવતો અને PMO કચેરીમાં ક્લાસ 1 અધિકારી તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેને બિલ્ડીંગ રિનોવેશન કરવાનો સારો અનુભવ અને શોખ હોવાનું કહ્યું હતું.

કિરણ પટેલેની વાતમાં આવીને જગદીશ ચાવડાએ રૂપિયા 35 લાખમાં બંગ્લાનું રિનોવેશન કરવાનું નક્કી કર્યુ હતું. ત્યારબાદ કિરણ પટેલની પત્ની માલીની અને ઈન્ટીરીયર ડિઝાઈનર જુબીન પટેલ બંગ્લાની વિઝીટ કરીને 10 જેટલા માણસો લાવીને રિનોવેશનું કામ શરૂ કર્યું હતું. રિનોવેશનું કામ શરૂ થતાં બંગ્લાના માલિક શેલા ગામમાં મિત્રના ઘરે શીફ્ટ થયા હતા. ત્યારબાદ ફરિયાદી સામાજીક કામથી જુનાગઢ ગયા હતા તે દરમિયાન કિરણ પટેલે બંગ્લાની બહાર પોતાના નામનું બોર્ડ લગાવીને બંગ્લામાં વાસ્તુ પુજન પણ કરાવ્યું હતું.

જોકે ફરિયાદીને આ અંગેની જાણ થતાં બંગ્લા પર આવીને કિરણ પટેલને મળ્યા હતા. આ દરમિયાન ઠગ કિરણ પટેલે બંગ્લો ખરીદવાનો હોવાનું કહીને અદાણી ગ્રુપનું બહુ મોટુ કામ ચાલુ હોવાથી પેમેન્ટ આવે પછી બંગ્લાને ખરીદીશે તેમ જણાવ્યું હતું. જોકે ફરિયાદીને શંકા જતાં રિનોવેશનું કામ પુરું કરવાનું જણાવતા કિરણ પટેલ રિનોવેશનનું કામ અધુરૂ મુકીને જતો રહ્યો હતો. બાદ ગત ઓગષ્ટ મહિનામાં કિરણ પટેલે કોર્ટ મારફતે નોટીસ મોકલી ફરિયાદીના બંગ્લા પર ખોટો દાવો કર્યો હતો.

TAG : Gujarat Conman Kiran Patel, Fake PMO Officer, Thug Kiran Patel, Ahmedabad Crime News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular