નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: રાજ્યમાં રખડતાં ઢોર બાદ રખડતાં શ્વાનનો (stray dogs) આતંક પણ છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી રહ્યો છે. રાજ્યમાં શ્વાનના કરડવાના અસંખ્ય બનાવો રોજ સામે આવી રહ્યાં છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી શ્વાનના હુમલાઓના (Dog Attack) કારણે બાળકોના મોત થતાં હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે આજે ગુરૂવારે રાજકોટમાં (Rajkot) શ્વાનના કારણે એક મહિલાનું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલી ભારત સોસાયટીમાં રહેતું દંપતી હળમતીયા ગોલીટા ગામે હવનમાં બાઈક પર જવા માટે નિકળ્યું હતું. આ દરમિયાન આજી ડેમ ચોકડી પાસે પહોંચતા શ્વાન પાછળ દોડ્યું હતું. શ્વાને મહિલા નયનાબેનની સાડીનો છેડો પકડી લેતા નયનાબેન બાઈક પરથી નીચે પટકાયા હતા. જેના કારણે નયનાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે તેમના પતિ મનજીભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, ગામડે હવન હોવાના કારણે ત્યાં જવા માટે વહેલી સવારે તેમના પત્ની સાથે બાઈક પર નિકળ્યા હતા. આજીડેમ ચોકડી નજીક બાઈક પાછળ શ્વાન દોડતાં પત્નીની સાડીનો છેડો શ્વાને પકડી લીઘો હતો, જેથી બેલેન્સ ન રહેતા પત્ની બાઈક પરથી પટકાઈ હતી. પત્ની ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન પાસે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં સ્થળ પર પરિવાર સાથે કામદાર હાજર હતા ત્યારે શ્વાનનું ટોળું 6 વર્ષના બાળક પર રીત સર હુમલો કરવા તૂટી પડ્યું હતું. 10થી 12 શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કરતા ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. આ બનાવના થોડા દિવસ પહેલા પણ સુરતમાં એક બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો. જે ઘટનામાં પણ બાળકીનો ગાલ અને માથાનો ભાગ શ્વાનના ટોળાએ ફાડી ખાતા બાળકીનું મોત નિપજ્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796