નવજીવન ન્યૂઝ. જામનગર: જામનગરમાં એક લાંચિયો પોલીસ સબ ઇન્સ્પેક્ટર ACBના હાથે ઝડપાયો છે. પંચકોશી A ડિવિઝનના PSI તરીકે ફરજ બજાવતા જે.કે રાઠોડ 50 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટરએ આરોપી પાસે દારૂનો કેસ ન નોંધવા માટે લાંચ માગ્યાનું સામે આવ્યું છે. ACBએ લાંચિયા પીએસઆઇને ડિટેઇન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી અનુસાર, ફરિયાદી અને તેના મિત્ર પોતાની કાર લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI જે.કે.રાઠોડ તેમની કાર રોકાવી બંને દારૂ પીધેલા છે તેવું જણાવી તેમના વિરુદ્ધ દારૂ પીવાનો કેસ કરવાનું જણાવીને કાર કબજે કરવાનું કહ્યું હતું. ત્યારબાદ PSIએ કહ્યું હતું કે, જો દારૂનો કેસ ન થવા દેવો હોય તો બંને ૫૦-૫૦ હજાર રૂપિયા કુલ 1 લાખ રૂપિયા આપવા પડશે. રકજક ના અંતે બંનેના થઈ લાંચ પેટે કુલ રૂ.૫૦,૦૦૦ની માંગણી કરી હતી. ત્યાર બાદ બંનેના મોબાઈલ નંબર લઈને જવા દીધા હતા. જો કે છેલ્લા પાંચ દિવસથી ફોન કરીને સતત લાંચની રકમ આપી જવા માટે PSI જે.કે.રાઠોડ કહી રહ્યા હતા.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી એસીબી ટોલ ફ્રી નં.૧૦૬૪ પર સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સ્પેકટર એ. ડી. પરમાર દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ લાંચના છટકા દરમિયાન PSI જે.કે.રાઠોડે ફરિયાદી પાસે લાંચના ૫૦,૦૦૦ રૂપિયાની ગેરકાયદેસર માંગણી કરી લાંચ ની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











