નવજીવન ન્યૂઝ. જામનગર: આજરોજ ચેમ્બર હોલમાં જામનગર મહાનગરપાલિકા (JMC)ની સમાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં વિરોધ પક્ષના કોર્પોરેટર્સ દ્વારા વિવિધ મુદ્દે નવતર રીતે વિરોધ નોંધાવવામાં આવતા કૂતુહલ સર્જાયું હતું.
આજરોજ જામનગર મહાનગરપાલિકા (Jamnagar Corporation)માં આઉટસોર્સિંગથી થતી કર્મચારીની ભરતીના ભ્રષ્ટાચારના વિરોધમાં વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા નવતર રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયા (Rachna Nandaniya) સામાન્ય સભામાં વકીલનો વેશ ધારણ કરી પહોંચ્યા હતા અને સાથે કોર્ટના ચિત્રો પણ લાવ્યા હતા. તેમણે મહાનગરપાલિકામાં આઉટસોર્સિંગ (Out Sourcing) પધ્ધતીથી કર્મચારીઓની ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો હતો અને જવાબદારો સામે કાર્યવાહીની માગણી કરી હતી.

વધુ વાંચો- અંબાલાલની ગંભીર આગાહી… ત્રીકોણીયો સંકટ ગુજરાતને ઘમરોળશે
બીજી તરફ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જેનબબેન ખફી (Jenabben Khafi) હાથમાં ઘંટડી સાથે સામાન્ય સભામાં પહોંચ્યા હતા. જેનબબેને ગળામાં લાલ કપડું લગાવી ઘંટડી સાથે જી.જી. હોસ્પિટલમાં ફાયર NOC આપવા અંગે ભ્રષ્ટાચાર થયાના આરોપ લગાવી કાર્યવાહીની માગણી કરી હતી.
વધુ વાંચો- યુવરાજસિંહે માગ્યા 10 દિવસ પોલીસે આપ્યા 2 દિવસ
એજ પ્રકારે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખીલજી (Aslam Khilji) દ્વારા પણ પટણીવાડ વિસ્તારમાં સ્થિતી પાનવાડા આરોગ્ય કેન્દ્રને અન્યત્ર સ્થળાંતર કરવાનો વિરોધ કર્યો હતો. તેમણે આરોગ્યને હાલના સ્થાને જ યથાવત અને કાર્યરત રાખવાની માગણી કરી હતી. આમ જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર્સ દ્વારા નવતર રીતે વિરોધ નોંધાવતા કૂતુહલના દૃષ્યો સર્જાયા હતા.
Jamnagar News in Gujarati Today








