નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Dummy Case: ડમીકાંડમાં (Dummy Scam) નામ દબાવવા કથિત તોડકાંડ (Todkand) મામલે યુવરાજસિંહ જાડેજાને (Yuvrajsinh Jadeja) ભાવનગર પોલીસ (Bhavnagar Police) સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા હાજર થવાનું હતું. ભાવનગર પોલીસે પાઠવેલા સમન્સમાં (Summons) સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે તારીખ 19 એપ્રીલ 2023ના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં તેઓ બીપીન ત્રિવેદીના આક્ષેપો મામલે પક્ષ રજૂ કરવા હાજર થાય. જેના કારણે અંતિમ ઘડી સુધી માનવામાં આવતું હતું કે યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થશે. પરંતુ આ ચર્ચાઓ દરમિયાન યુવરાજસિંહના પત્નીએ યુવરાજસિંહની તબિયત લથડી હોવાની માહિતી ટ્વિટ કરતા આપી હતી. સાથે જ જણાવ્યું હતું કે યુવરાજસિંહે ઈમેઈલ મારફતે પોલીસ પાસેથી પોતનો પક્ષ રજૂ કરવા 10 દિવસનો સમય માગ્યો છે. પરંતુ પોલીસે નવું સમન્સ જાહેર કરી ફરી ટૂંકી મુદ્દતમાં યુવરાજસિંહને હાજર રહેવા માટે જણાવાયું છે.
મળતી માહિતી મુજબ યુવરાજસિંહ આજરોજ પોલીસે પાઠવેલા સમન્સ અનુસાર ભાવનગર પોલીસ સમક્ષ તોડકાંડ મામલે પોતાનો પક્ષ રાખવા હાજર થયા નથી. તેમણે તબિયત ખરાબ હોવાની વાત આગળ કરી પોલીસ પાસે પક્ષ રાખવા માટે 10 દિવસનો સમય માગ્યો છે. જે મામલે પોલીસે ફરીથી યુવરાજસિંહને સમન્સ મોકલી તારીખ 21 એપ્રિલ સુધીમાં પોલીસ સમક્ષ તેમનો પક્ષ રાખવા માટે જણાવ્યું છે. આમ હવે યુવરાજસિંહે માગેલો 10 દિવસના સમયને બદલે માત્ર 2 દિવસ એટલે કે 48 કલાક જેટલો જ સમય પોલીસ દ્વારા આપવામાં આવતા યુવરાજસિંહે પોલીસ સમક્ષ 21 તારીખ સુધીમાં પક્ષ રાખવા માટે જવું પડે તેવી સ્થિતી નિર્માણ થઈ છે.
આ બાબતે ભાવનગરના રેન્જ આઈ.જી. ગૌતમ પરમારે પત્રકારોને માહિતી આપી હતી કે બીપીન ત્રિવેદીની હાલ તપાસ ચાલી રહી છે. તેમજ યુવરાજસિંહને પોલીસ સમક્ષ તેમનો પક્ષ રજૂ કરવા માટે 21 તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો યુવરાજસિંહ આ નિયત સમયે હાજર નહીં રહે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી શરૂ કરશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








