નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Gujarat Weather Forecast : કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં અતિશય ગરમી અને બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખેડૂતો પણ જેમની સાચી પડતી આગાહી પર આધાર રાખે છે તેવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી (ambalal patel ni agahi today) કરી છે. તેમણે આ વર્ષના ચોમાસાને લઈને તો આગાહી કરી જ છે સાથે સાથે ગરમી (Heatwave) અને આંધીના (storm) કહેરની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું છે કે, આગામી મે મહિનામાં જો ગરમી ન પડે તો તેની વિપરીત અસર પડશે.
શું કરી વરસાદની આગાહી?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં હવામાનમાં પલટો આવવાના અણસાર આપ્યા છે. 20મી એપ્રિલ સુધી ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે દેશના ઉત્તર ભાગમાં ભારે હિમવર્ષા અને વરસાદ થવાની શક્યતાઓ છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. તારીખ 17 મી થી રાજ્યના ઉત્તર અને મધ્યના ભાગોમાં આંધી અને વંટોળનું પ્રમાણ વધી શકે છે. 18 થી 20માં આંધી અને વંટોળ સાથે કેટલાંક ભાગમાં વરસાદ થઈ શકે છે તો કેટલાંક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
જ્યારે આગામી 10મી જૂનની આસપાસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો 15 થી 30મી જૂન સુધી સારા વરસાદની આગાહી કરી છે. તો બીજી બાજુ વરસાદના ઓછાં પ્રમાણની ચિંતા પણ સેવી છે.
શું કરી ગરમીની આગાહી?
ઉનાળાની ગરમીને લઈને અંબાલાલ પટેલે મોટી વાત કરી છે કે, જો ગુજરાતમાં મે મહિનામાં ગરમી ન પડે તો ચોમાસા પર તેની વિપરીત અસર પડી શકે છે. જો કે 20 થી 25 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે તેમ તેમણે જણાવ્યું છે.
શું કરી આંધીની આગાહી?
ગરમા અને વરસાદની સાથે અંબાલાલ પટેલે આંધીને લઈને પણ મોટી આગાહી કરી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આંધીની ગુજરાતમાં અસર થવાની સંભાવના વ્યક્ત કરી છે. વધુમાં જણાવ્યુ છે કે, એપ્રિલના અંત એટલે કે, 25, 26 એપ્રિલે ‘કાળી આંધી’નો આંધીનો પ્રકોપ રહેવાની શક્યતા દર્શાવી છે. જે આંધી મેની શરૂઆત સુધી ગુજરાતને ધમરોળશે. તેમના કહેવા પ્રમાણે આ ‘કાળી આંધી’ પાકિસ્તાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરશે. જે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ફરવાની આગાહી કરી છે. પરંતુ આ ‘કાળી આંધી’ ના કારણે દિવેલા, બાગાયતી પાકો, કેરીના પાકને નુકસાન થવાની શક્યતા દર્શાવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








