Monday, July 6, 2026
HomeGeneralજમ્મુ : PM મોદીની સભા સ્થળ નજીક "શંકાસ્પદ વિસ્ફોટ", વીજળી પડવાની...

જમ્મુ : PM મોદીની સભા સ્થળ નજીક “શંકાસ્પદ વિસ્ફોટ”, વીજળી પડવાની કે ઉલ્કાની આશંકા પોલીસે વ્યક્ત કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: PM નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. કલમ 370 નાબૂદ થયા બાદ પ્રથમ વખત PM મોદી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવ્યા છે. જો કે PMના આગમન પહેલા જ જ્યાં તેમની સભા યોજવાની છે તેનાથી 12 કિ.મી દૂર એક વિસ્ફોટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.



PM નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. PM સાંબા જિલ્લાની પલ્લી પંચાયતની મુલાકાત લેશે અને સવારે 11:30 વાગ્યે દેશની ગ્રામસભાઓને ઓનલાઈન સંબોધન કરશે. આ કાર્યક્રમ 3 કલાક ચાલશે. આ દરમિયાન PM મોદી 20,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

PM મોદીના સભા સ્થળથી માત્ર 12 કિલોમીટર દૂર એક શંકાસ્પદ વિસ્ફોટ થયો છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિસ્ફોટ અંગે તપાસ હાથ ધરી છે. ગામવાસીઓના જણાવ્યાં મુજબ જમ્મુના બિશ્નાહના લલિયાના ગામ પાસે ખુલ્લા ખેતરમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે આ મામલે કોઈ પણ આતંકી ગતિવિધિનો ઈન્કાર કર્યો છે. ANIના અહેવાલો અનુસાર, પોલીસને વીજળી પડવાની કે ઉલ્કાની આશંકા છે. PM મોદીની જમ્મુ-કાશ્મીરની મુલાકાત પહેલા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના અધિકારીઓએ જણાવ્યું હતું કે પીએમની રેલી માટે ફૂલપ્રૂફ સુરક્ષાના ભાગ રૂપે બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular