નવજીવન ન્યૂઝ. અમદાવાદ: બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) ની સર્વોચ્ચ કાઉન્સિલની બેઠક બાદ 2022 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટેના સ્થળો અને તારીખો શનિવારે નક્કી કરવામાં આવી છે. આઈપીએલ પ્લેઓફ અને ફાઈનલ કોલકાતા અને અમદાવાદમાં યોજાશે.
અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2022ની કવોલિફાયર 2 અને ફાઈનલ મેચ રમાશે. પ્રથમ ક્વોલિફાયર 24 મેના રોજ કોલકાતામાં રમાશે. અમદાવાદમાં કવોલીફાયર 2 ની મેચ 27 મેના રોજ રમાશે. જ્યારે એલિમિનેટર 26 મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. IPL2022 ફાઈનલ મેચ 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
IPL 2022માં કવોલીફાયર 1 માં વિજેતા બનનાર ટીમ IPLના ફાઈનલમાં પ્રવેશ કરશે. ત્યારબાદ એલીમીનેટર મેચ રમાશે જેમાં આ મેચમાં વિજય થનારી ટીમને કવોલીફાયર 2 માં પ્રવેશ મળશે. કવોલીફાયર 1માં હારેલી ટીમ સામે એલીમીનેટરમાં વિજય થયેલી ટીમ રમશે અને આ મેચમાં વિજેતા ટીમ ફાઈનલમાં પહોંચશે.
બોર્ડના વડા સૌરવ ગાંગુલીએ પુષ્ટિ કરી હતી કે, પ્રથમ પ્લે-ઓફ અને એલિમિનેટર કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં અને 2જી ક્વોલિફાયર અને ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ તમામ 4 મેચો 100 ટકા ક્ષમતાની ભીડ સાથે મેચ રમાશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











