Monday, July 6, 2026
HomeGeneralબોલો મહારાષ્ટ્ર સરકારે હદ કરીઃ હનુમાન ચાલીસાના મુદ્દે રાણા દંપત્તી ...

બોલો મહારાષ્ટ્ર સરકારે હદ કરીઃ હનુમાન ચાલીસાના મુદ્દે રાણા દંપત્તી સામે રાજદ્રોહનો ગુનો નોંધી જેલમાં મોકલી આપ્યા

- Advertisement -

નવજીવન ન્યુઝ. મુંબઈ: અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ શીવસેનાના નેતા અને મુખ્યનંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાંત કરી હતી, જે મામલે મુંબઈ પોલીસે રાણા દંપત્તીની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધ્યો હતો, પરંતુ જયારે તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા ત્યારે સરકારી વકિલે રાણા દંપત્તી સામે રાજદ્રોહની કલમ ઉમેરવામાં આવી હોવાનું કહેતા મુંબઈ કોર્ટે રાણા દંપત્તીને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો, દેશની આ પ્રથમ ઘટના છે જેમાં હનુમાન ચાલીસાના પાઠ માટે કોઈને રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હોય અત્રે ઉલ્લેખનિય છે કે રાજદ્રોહની ખોટી ફરિયાદ તમામ રાજય સરકારો કરતી હોય છે ખાસ કરી સરકાર વિરોધની વાત કરનારને રાજદ્રોહના ગુના હેઠળ જેલમાં ધકેલી દેવાની વાત હવે ખાનગી રહી નથી.



અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ મુંબઈમાં ઉભા થયેલા વિવાદને પગલે માતોશ્રી બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાંત કરી હતી જેના પગલે માતોશ્રી બહાર રાણા અને શીવનેસાના સમર્થકો એકઠા થઈ ગયા હતા આ સ્થળ પોલીસ પણ તૈનાત હોવાન કારણે પોલીસે તરત પોલીસના કામમાં દખલ તેમજ કોમી વૈમનસ્યા ફેલાય તેવા ઉચ્ચારણો કરવા બદલ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

પરંતુ કોર્ટમાં તેમને રજુ કરવામાં આવ્યા ત્યારે સરકારી વકિલે રાજદ્રોહની કલમ ઉમેરવામાં આવી હોવાનું કહેતા મેટ્રો કોર્ટ દ્વારા પોતાનું કાર્યક્ષેત્ર નથી તેમ જણાવી રાણે દંપત્તીને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો, રાણા દંપત્તીના વકિલ મર્ચન્ટે મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતું તેમના અસીલ ભગવાન હનુમાનની આરાધના કરવાની વાત કરી હતી, હનુમાનની આરાધના કરવામાં કયાં રાજદ્રોહ થતો નથી, આમ પોલીસે તેમની સામે ખોટો કેસ કર્યો છે,

- Advertisement -

મહારાષ્ટ્ર સરકારના આ પગલાની દેશભરમાં ટીકા થઈ રહી છે, જો કે ગુજરાત સહિત દેશના અનેક રાજયોનાં સરકારે પોતાનો વિરોધ કરનાર સામે રાજદ્રોહની ફરિયાદ નોંધી હતી.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular