Friday, April 17, 2026
HomeNational'કુછ ભી હવા નિકલ શકતી હૈ', અધ્યક્ષે રાજ્યસભામાં આવું શા માટે અને...

‘કુછ ભી હવા નિકલ શકતી હૈ’, અધ્યક્ષે રાજ્યસભામાં આવું શા માટે અને કોને કહ્યું વાંચો…

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: રાજ્યસભામાં મંગળવારે સદનની કાર્યવાહી દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો. ત્યારે જેવા રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ આસન પર પહોંચ્યા કે વિપક્ષના સાંસદો વેલમાં ઘસી આવ્યા હતા. બાદમાં અઘ્યક્ષે કાર્યવાહી શરૂ કરતા સૌ પ્રથમ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા મુક્કાબાજને ચાર ગોલ્ડ મેડલ મળવા બદલ શુભેચ્છાઓ આપી ચર્ચા કરી હતી. ત્યાર બાદ રાજ્યસભામાં સંસદની સ્ટેન્ડિંગ કમિટિનો શિક્ષણ સબંધિત રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન વિરોધ પક્ષના સાંસદો ભારે હંગામો મચાવી વેલમાં પહોંચી ગયા હતા.

ગતરોજ રાજ્યસભામાં વિપક્ષના સાંસદોનો ભારે હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષી સાંસદો માગણી કરી રહ્યા હતા કે અદાણી મામલે જે.પી.સી.ની તપાસ કમિટિ તપાસ કરે. ત્યારે વચ્ચે સભાપતિ જગદીપ ધનખડે તમામ સાંસદોને પોતાની બેઠક પર જવા સૂચના આપી હતી. આ તકે તેમણે કહ્યું હતું કે ‘કુછ ભી મુમકીન હો શકતા હૈ, કુછ ભી હવા નિકલ શકતી હૈ. તમે તમારી ખુરશી પર બેસી મારા નિર્ણયની રાહ જૂઓ.’ વિપક્ષના ભારે હંગામા બાદ અધ્યક્ષે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગીત કરી હતી.

- Advertisement -

મહત્વની વાત છે કે મંગળવારે બપોરે 2 વાગ્યા બાદ ફરી રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ હતી ત્યારે પણ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. પરંતુ ભારે નારાબાજી અને હંગામા વચ્ચે પણ જમ્મુ કાશ્મિરના બજેટને પસાર કરી દેવામાં આવ્યું હતું અને વિત્ત વિધેયકને સંશોધનને લોકસભામાં સૂચનો માટે મોકલી દેવાયું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular