Tuesday, April 21, 2026
HomeGujaratRajkotરાજકોટમાં ભાવેશ તાલપરા પિસ્ટલ અને જીવતા કારતૂસ સાથે ઝબ્બે

રાજકોટમાં ભાવેશ તાલપરા પિસ્ટલ અને જીવતા કારતૂસ સાથે ઝબ્બે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોની (Anti Social elements) દાદાગીરીની ઘટનાઓ સામે આવતા પોલીસ હરકતમાં આવી છે. પોલીસ રોજ અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે અને પોલીસ અધિકારીઓના સંપર્ક નંબર આપી અસામાજિક તત્વોની માહિતી આપવા જણાવી રહી છે. ત્યારે રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (Rajkot Police) દ્વાર એક શખ્સને પિસ્ટલ (Pistol) અને જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો છે.

રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરોજ ગુરુવારે રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને એક શખ્સ હથિયાર સાથે ફરતો હોવાની માહિતી મળી હતી. બાતમી મળતા જ પી.આઈ. આર.જી. બારોટે માહિતીના સ્થળે પહોંચી તપાસ કરી હતી. દરમિયાન જય જવાન જય કિસાન સોસાયટી મેઈન રોડ પર આવેલા ઠાકર ચોક ખાતે બાતમી મુજબનો શખ્સ જોવા મળ્યો હતો. પોલીસે આ શખ્સને ઉબો રાખી તલાસી લેતા તેની પાસેથી એક પિસ્ટલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી હથિયાર સાથે મળી આવેલા આરોપી ભાવેશભાઈ પંકજભાઈ તાલપરાની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

પોલીસે આરોપી ભાવેશભાઈ પંકજભાઈ તાલપરાની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ 25(1-બી) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ આરોપી હથિયાર ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તે દિશામાં તપાસ કરી રહી હોવાની માહિતી મળી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular