નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. 21 જૂનના રોજ ‘યોગ ફોર હ્યુમેનિટી’ થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે દેશના વિવિધ ભાગોમાં લોકોએ વહેલી સવારે યોગ દ્વારા સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો હતો. PM મોદી આજે 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કર્ણાટકના મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ત્યાં હાજર 15000 લોકો સાથે યોગાસન કર્યા હતા. પીએમ મોદીની સાથે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, સીએમ બસવરાજ બોમાઈ સહિત અન્ય નેતાઓ પણ હાજર હતા.
પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં લોકો સૂર્યોદય સાથે યોગ સાથે જોડાઈ રહ્યા છે. આપણા દિવસની શરૂઆત યોગથી કરીએ તેના કરતાં વધુ સારું શું હોઈ શકે? ચાલો આપણે યોગ સાથે સંકળાયેલી અનંત શક્યતાઓનો અહેસાસ કરીએ. વધુમાં કહ્યું કે, જે યોગ ઉર્જા સદીઓથી ભારતના આધ્યાત્મિક કેન્દ્રો દ્વારા પોષવામાં આવી છે, આજે તે યોગ ઊર્જા વિશ્વ સ્વાસ્થ્યને દિશા આપી રહી છે. આજે યોગ વૈશ્વિક સહયોગ માટે પરસ્પર આધાર બની રહ્યો છે. આજે યોગ મનુષ્યને સ્વસ્થ જીવનનો વિશ્વાસ આપી રહ્યો છે.
મહામારીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે યોગ દિવસનો ઉત્સાહ દ્વીપ, ખંડની સીમાઓથી ઉપર હવે વૈશ્વિક તહેવાર બની ગયો છે. યોગ કોઈ વ્યક્તિ માટે નથી પરંતુ સમગ્ર માનવતા માટે છે. “યોગ આપણા માટે જીવનનો એક માર્ગ બની રહ્યો છે, માત્ર જીવનનો એક ભાગ નથી. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ યોગ દિવસના અવસર પર નોઈડા સ્ટેડિયમમાં યોગ કર્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











