નવજીવન. નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામે નવા સબ્સ્ક્રિપ્શન મોડનુ પરિક્ષણ શરૂ કર્યુ હતુ જે ક્રીએટર્સને ચૂકવણી કરનારા ગ્રાહકોને વિશિષ્ટ કન્ટેન્ટ પ્રદાન કરવાની મંજૂરી આપે છે. આ પ્રકારની સુવિધા ઓન્લીફેન્સ, સબસ્ટેક અને પેટ્રેઓન દ્વારા આપવામાં છે, ઇન્સ્ટાગ્રામે બુધવારે આ જાહેરાત કરી હતી.
પેરેન્ટ કંપની મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગે બુધવારે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સીલેક્ટેડ ક્રીએટર્સ પેઇંગ સબસ્ક્રાઇબર્સને એક્સક્લુઝિવ લાઇવ સ્ટ્રીમ સેશન, સ્ટોરીઝ અને બેજ પ્રદાન કરી શકશે જે જાંબલી રંગના શેડ દ્વારા પ્રતિષ્ઠિત હશે. આ પગલું “ક્રીએટર્સને વધુ કમાણી કરવામાં મદદ કરશે.” કંપનીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનું પરીક્ષણ 10 લોકપ્રિય યુ.એસ. સ્થિત ક્રીએટર્સ સાથે કરવામાં આવી રહ્યું છે, જેમને દરેકના હજારો અનુયાયીઓ છે અને તે આગામી મહિનાઓમાં વધુ ક્રીએટર્સ માટે ઉપલબ્ધ થશે.
ક્રીએટર્સ પાસે તેમની પોતાની સબ્સ્ક્રિપ્શન કિંમત 0.99 ડોલરથી 99.99 ડોલર પ્રતિ મહિનાની રેન્જથી નક્કી કરવાની ક્ષમતા હશે. કંપનીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે જ્યારે ફેસબુકે સબસ્ક્રિપ્શન સર્વિસ શરૂ કરી ત્યારે કંપનીએ વચન આપ્યું હતું કે તે ઓછામાં ઓછી 2023 સુધી ફી ચાર્જ નહીં કરે, જે ઇન્સ્ટાગ્રામના પ્રોગ્રામને પણ લાગુ પડશે.
ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ જણાવ્યું હતું કે કંપની ક્રીએટર્સ માટે અન્ય પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામની બહાર તેમના સબસ્ક્રાઇબર લિસ્ટનો ઉપયોગ કરવાની રીત પર કામ કરી રહી છે.
“ક્રીએટર્સ જીવન નિર્વાહ માટે જે કરે છે તે કરે છે, અને સબ્સ્ક્રિપ્શન એ આવક મેળવવાની શ્રેષ્ઠ રીતોમાંની એક છે, જે કોઈ પણ પોસ્ટ પર તમે કેટલી રીચ મેળવો છો તેની સાથે જોડાયેલુ નથી,” તેવુ મોસેરીએ કહ્યું હતું.
ઇન્સ્ટાગ્રામે ઓન્લીફેન્સ, પેટ્રિઓન અને ન્યૂઝલેટર પ્લેટફોર્મ સબસ્ટેક જેવી કન્ટેન્ટ સાઇટ્સની સફળતાને અનુસરવાનો પ્રયાસ કરવા માટેનું નવીનતમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ગયા વર્ષે, ટ્વિટરે સબસ્ક્રિપ્શન મોડેલ, સુપર ફોલોઝનું પોતાનું વર્ઝન લોન્ચ કર્યું હતું, જે વપરાશકર્તાઓને તેઓએ સબસ્ક્રાઇબ કરેલા ક્રીએટર્સ પાસેથી વિશિષ્ટ સામગ્રી મેળવવા માટે દર મહિને $2.99, $4.99 અથવા $9.99 ચૂકવવાની મંજૂરી આપે છે. ટ્વિટર અને ફેસબુકે ગયા વર્ષે ન્યૂઝલેટર સેવાઓ પણ શરૂ કરી હતી. યુટ્યુબે ૨૦૧૮ માં ચેનલ મેમ્બરશીપ શરૂ કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












