Friday, April 24, 2026
HomeGeneralઅમદાવાદમા રૂના ગોડાઉનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદમા રૂના ગોડાઉનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

- Advertisement -

નવજીવન. અમદાવાદઃ અમદાવાદમાં આગ લાગવાની ધટનો સતત સામે આવી રહી છે. ગઈકાલે મોડી અમદાવાદમાં પીરાણા પીપળજ રોડ પર એક રૂના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના કરવામાં આવી હતી. અત્યારે આગ કાબુમાં કરી લેવામાં આવી છે. પ્રાથમિક જાણકારી મુજબ કોઈ જાનહાનિ થઈ નથી.

પીરાણા પીપળજ રોડ પર આવેલા એક રૂના ગોડાઉનમાં ગઇકાલે રાતે અચાનક આગ લાગી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવા માટે 8 જેટલી ગાડીઓ મોકલવામાં આવી હતી. બે કલાકની ભારે મહેનત બાદ ફાયરબ્રિગેડના કર્મચારીઓએ આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાનુ કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ આ અકસ્માતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

- Advertisement -



ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર રાતના સમયે ફાયર કંટ્રોલને મેસેજ મળ્યો હતો કે પીરાણા પીપળજ રોડ પર આવેળ રાકેશ ફેબ્રીક નામના ગોડાઉનમાં આગ લાગી છે. ત્યાર બાદ ફાયરબ્રિગેડ દ્વારા 8 ગાડીઓ આગ કાબુમાં લેવા માટે મોકલવામાં આવી હતી. રૂનું ગોડાઉન હોવાને કારણે આગ વધુ ફેલાઈ હતી. બે કલાકની ભારે મહેનત બાદ ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. અત્યારે આગ લાગવાનુ કારણ જાણવા મળ્યું નથી પણ સારી વાત એ છે કે આ અકસ્માતમાં કોઇની જાનહાનિ થઈ ન હતી.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular