Friday, April 24, 2026
HomeGeneralCovid-19 Updates: ભારતમાં કોવિડનો આંકડો દૈનિક 3 લાખ કેસોને પાર, પોઝીટીવીટી રેટ...

Covid-19 Updates: ભારતમાં કોવિડનો આંકડો દૈનિક 3 લાખ કેસોને પાર, પોઝીટીવીટી રેટ પણ વધ્યો

- Advertisement -

નવજીવન. નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ ફરી એકવાર ફેલાઈ રહ્યો છે. દેશભરમાં કોરોના કેસનો નવો આંકડો ત્રણ લાખનો આંકડો પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 3,17,532 નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા. પોઝીટીવીટી રેટ ૧૬ ટકાને પાર થઈ ગયો છે. સાથે જ વાયરસના નવા વેરિએન્ટ ઓમિઇક્રોનના કેસ પણ 9,000ને પાર કરી ગયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોનાના મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 491 દર્દીઓના મૃત્યુ થયા છે. કોવિડને કારણે અત્યાર સુધીમાં કુલ 4,87,693 લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 9,287 થઈ ગયા છે. ગઈકાલની તુલનામાં તેમાં ૩.૬૩ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

- Advertisement -



નવા કેસોમાં વધારો થવાની સાથે કોરોનાના સક્રિય કેસમાં પણ વૃદ્ધી જોવા મળી રહી છે. હાલ દેશમાં 19,24,051 દર્દીઓ કોરોના ની સારવાર લઈ રહ્યા છે. સક્રિય કેસો ૫.૦૩ ટકાના દરથી વધ્યા છે. જ્યારે રિકવરી રેટ 93.69 ટકા છે. એક દિવસ અથવા 24 કલાક દરમિયાન 2,23,990 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, જ્યારે અત્યાર સુધીમાં 3,58,07,029 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. દૈનિક સંક્રમણ દર વધીને ૧૬.૪૧ ટકા થયો છે જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર વધીને ૧૬.૦૬ ટકા થયો છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાનની વાત કરીએ તો અત્યાર સુધીમાં લોકોને રસીના 159.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 70.93 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 19,35,180 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular