નેચરલ ગેસના ભાવ ૨૦ ટકા ઘટ્યા હોવા છતાં ગુજરાત ગેસે સીએનજીના ભાવ વધાર્યા
હવામાનખાતાની આગાહી મુજબ અમેરિકામાં ઓગસ્ટ મહિનો ઉકળાટ વિક્રમ પ્રમાણમાં ગરમ રહેશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): નેચરલ ગેસનો (Natural Gas) આંતરપ્રવાહ અત્યારે ભલે નબળો હોય, પણ વધી રહેલી માંગ અને ઘટતો પુરવઠો ભાવને ઉપર જવાના સંકેતો આપે છે. ધારણા કરતા વધુ વેગથી અમેરિકન ઇન્વેન્ટરી (સ્ટોક) ઘટી રહ્યો હોવાથી, બજારને મંદીમાંથી તેજીમાં જવા માટેના માર્ગો પ્રસસ્થ કરી રહ્યા છે. ટેકનીકલ ઈન્ડીકેટર્સ પણ નેચરલ ગેસને ૨.૫ ડોલર પ્રતિ મિલિયન બ્રિટીશ થર્મલ યુનિટ તરફ તેજીની આગેકુચ કરવાના સંકેત આપે છે. છેલ્લા બે મહિનાથી ભાવ સતત નીચે ધસતાં રહી, બે ડોલર કરતા નીચેની બોટમે આવી ગયા છે. આ ઘટાડા માટેનાં મૂળ કારણો છે, હળવો અમેરિકન શિયાળો, વધતા ઉત્પાદન સામે જોઈએ તેવો માંગનો ટેકો નથી મળતો.
છેલ્લા એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ ગેસના ભાવ ૨૦ ટકા ઘટ્યા હોવા છતાં, ગુજરાત સરકારની માલિકીની ગુજરાત ગેસ લીમીટેડએ ગુરુવારથી સીએનજીનો ભાવ કિલો દીઠ રૂ. ૧ વધાર્યો હતો. આને લીધે દક્ષીણ ગુજરાતમાં સીએનજીનો ભાવ વધારો, સુરત શહેર સહીતનાં ૪.૨૧ લાખ વાહનોને લાગુ પડશે. ગુજરાત ગેસએ નવો ભાવ કિલો દીઠ રૂ. ૭૬.૨૬ નિર્ધારિત કર્યો છે.
અલબત્ત, આંતરરાષ્ટ્રીય ઘટાડાને ગમ્મે ત્યારે બ્રેક લાગી શકે છે. એકસ્પ્લોરેશન સેક્ટરમાં ધીમું ઉત્પાદન અને માઈનીગ કામમાં પણ ઢીલાશ તેમજ ઓગસ્ટમાં હવામાનમાં ગરમાટો આવવાની શક્યતા બતાવતા અહેવાલ વપરાશમાં વૃદ્ધિ કરશે. બુધવારે એક તબક્કે નેચરલ ગેસ ન્યુયોર્ક સપ્ટેમ્બર વાયદો ચાર દિવસની ઉંચાઈએ ૨.૧૫ ડોલર બોલાયા પછી, શુક્રવારે ભાવ ૧.૯૭ ડોલરના સપોર્ટ લેવલે આવી ગયો હતો. જો મંદીવાળાની પકડ વધશે તો, હવે પછીના સપોર્ટ લેવલ ૧.૯૨-૧.૯૪ અને ૧.૮૦-૧.૮૫ ડોલર રહેશે.
ભાવ ઉંચે જવાના પ્રયાસમાં જ્યારે રેસિસ્ટન્સ લાઈન પર ટ્રેન્ડ કરવા લાગે છે, ત્યારે એનાલીસ્ટો કહે છે તેમ, ડાઉન ટ્રેન્ડ જળવાઈ રહેશે. તેમનું માનવું છે કે જો તેજીવાળા પૂરી તાકાતથી બજારમાં નહિ ઉતરે તો બજારને નીચેથી પાછી વાળવી ટૂંકાગાળામાં શક્ય નહિ હોય. જો નિકાસ સંદર્ભે વિચાર કરીએ તો નવા એલએનજી ટર્મિન્લસ શરુ કરવા સાથે ૨૦૨૫મા અમેરિકન નેચરલ ગેસની સપ્લાય એશિયા અને યુરોપમાં વધવાની શક્યતા ઉજળી બનશે. હાલમાં અમેરિકા ૪૮ ટકા એલએનજી સ્પ્લયા સાથે યુરોપમાં વર્ચસ ધરાવે છે.
પુરવઠા સ્થિતિ અને માંગમાં વૃદ્ધિ એવા સંકેત આપે છે કે આગામી દિવસોમાં ભાવ વધારો સંભવિત છે. પ્રમાણમાં ઉષ્માભર્યા અમેરિકન શિયાળાને લીધે સ્ટોરેજ ફેસિલિટીમાં સ્ટોક વધુ પડતો બચી ગયો હતો. પરિણામે ૨૦૨૪મા પુરવઠાનું દબાણ હળવું થયું હતું. હાલમાં નેચરલ ગેસનો હાથપરનો સ્ટોક છેલ્લા પાંચ વર્ષની સરેરાશ કરતા ૧૬ ટકા વધુ ૩૨૩૧ અબજ ક્યુબીક ફૂટ છે. અલબત્ત, જુલાઈના ડેટા દાખવે છે કે સ્ટોરેજ રીપલેશ્મેન્ટ દર પાચ વર્ષની સરેરાશ ૩૧ અબજ ક્યુબીક ફૂટ અને ગત જુલાઈના ૨૩ અબજ ક્યુબીક ફૂટ કરતા ઓછો ૨૨ અબજ ક્યુબીક ફૂટ રહ્યો હતો.
નેચરલ ગેસ વેરહાઉસમાં એપ્રિલથી કુલ ૯૫૦ અબજ ક્યુબીક ફૂટ પુરવઠો ઠલવાયો હતો, જે પાંચ વર્ષની સરેરાશ કરતા ૧૫ ટકા ઓછો હતો. હુંફાળા શીયાળા પછી આ ઘટનાએ બજાર પર દબાણ વધારી દીધું હતું. માંગની રીતે જોઈએ તો, અમેરિકામાં નેચરલ ગેસમાંથી વીજળી ઉપાર્જિત કરવાનું પ્રમાણ ૯ જુલાઈએ સૌથી વધુ ૬૯ લાખ મેગાવોટ પ્રતિ કલાક ધોરણે હતું, જે ૨૦૧૯ના આરંભ પછીનું સૌથી વધુ હતું. આનું એક કારણ ઊંચું ઉષ્ણતામાન અને નબળું વિન્ડ એનર્જી ઉપાર્જન હતું. હવામાનખાતાની આગાહી મુજબ અમેરિકામાં ઓગસ્ટ મહિનો ઉકળાટ વિક્રમ પ્રમાણમાં વધુ ગરમ રહેશે, જે ટૂંકાગાળાનું માંગ દબાણ વધારશે, પરિણામે ભાવ પણ ઘટતા અટકશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796