ખેડુતો ગતવર્ષના મકાઈ અને સોયાબીન સ્ટોકથી ભરાયેલા પડ્યા છે
જુનો માલ અનસોલ્ડ રહેશે તો આ બોજો બજારની તેજીમાં સતત અંતરાય ઉભા કર્યા કરશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): મકાઈ (Corn) ડીસેમ્બર વાયદામાં સટ્ટોડીયાઓએ સપ્તાહાંતે મંદીના ઓળિયા વધારતા ભાવ, નવેમ્બર ૨૦૨૦ની બોટમ બનાવી ૧.૩ ટકા વૃદ્ધિ સાથે પ્રતિ બુશેલ (૨૫.૨૧૫ કિલો) શુક્રવારે બંધ થયા હતા. અંતિમ વપરાશકારોની વાતો અને બજારમાં ફરીતી વાયકા એવી છે કે ખેડુતો (Farmer)ગતવર્ષના મકાઈ અને સોયાબીન સ્ટોકથી ભરાયેલા પડ્યા હોઈ, કમનસીબે આ વર્ષે તેમને ઉનાળુ અનાજ વેચવા સામે પડકારો સર્જાવાના છે.
નવા પાકની લણણી બજારમાં નાં આવે ત્યાં સુધી હાથ પર એક પણ બુશેલ મકાઈ કે સોયાબીન રાખવા ખોટનો ધંધો ગણાશે, તેથી બન્ને કોમોડીટીના હાજર ભાવ પણ દબાણમાં આવી ગયા છે, પરિણામે તેનો ઓછાયો વાયદા પર પણ જોવાયો છે. આ જ કારણસર ગત સપ્તાહે અસંખ્ય કોમોડીટીના નિકાસ આંકડા ઘટ્યા હતા.
આ સ્થિતિમાં જો તમે એક ઉત્પાદક હોવ તો તમારે હાથ પરનો સ્ટોક એટલો વેચવો જોઈએ, જ્યાં સુધી આગામી લણણી આંકડા તમારા હાથમાં નાં આવી જાય. એક અંદાજ મુજબ ૧૨ જુલાઈ સુધીમાં ગત વર્ષના મકાઈ પાકમાંથી ૨૦ ટકા એટલે કે ૨.૬ અબજ બુશેલ વેચાયા વગરની મકાઈ, સ્ટોકમાં પડી છે. બરાબર આ જ સમયે ૧૫ ટકા એટલે કે ૫૨.૪ લાખ બુશેલ સોયાબીન ખેડૂતોએ પકડી રાખ્યા છે.
નવો પાક બજારમાં નહિ આવે ત્યાં સુધીમાં જો જુનો માલ અનસોલ્ડ રહેશે તો આ બોજો બજારની તેજીમાં સતત અંતરાય ઉભા કર્યા કરશે. વાસ્તવમાં મેનેજ્ડ મની ફંડ મેનેજરોએ તેમના મંદીના ઓળિયા સતત પકડીને રાખ્યા છે. પણ તેમણે વિક્રમ મંદીના ઓળિયામાંથી થોડો માલ ખંખેરી જરૂર નાખ્યો છે. જુલાઈના ત્રીજા સપ્તાહ સુધીમાં કેટલાંક કમર્સિયલ ટ્રેડરોએ મકાઈમાં તેજીની પોજીશન સ્થાપિત કરી છે, સામાન્ય રીતે વર્ષના આ તબક્કામાં આવા સોદા સંભવિત નથી હોતા.
આગામી સપ્તાહમાં ઓગસ્ટ વાસદા (વર્લ્ડ એગ્રીકલ્ચરલ સપ્લાય એન્ડ ડીમાંડ એસ્ટીમેટ) પાક અહેવાલ રજુ થશે. હાલમાં પાકની સ્થિતિ શું છે? અહેવાલો એવું સૂચવે છે કે અમેરિકન મકાઈ અને સોયાબીન બન્ને પાકની યીલ્ડ (ઉપજ)નો ટ્રેન્ડ સુધારા તરફી બતાવાય છે. ૨૯ જુલાઈએ પુરા થયેલા સપ્તાહમાં અમેરીકન મકાઈ પાકનું રેટિંગ ૧ ટકો વધીને ૬૮ ટકા ગુડથી એક્સેલંટ હતો. આમતો ૨૦૨૦થી ક્રોપ રેટિંગ ઊંચું રહેતું આવ્યું છે.
આવા ઊંચા રેટિંગને લીધે કેટલાંક ટ્રેડરો એવું માનવા લાગ્યા છે કે જુલાઈ યુએસડીએની આગાહી એકર દીઠ ૧૮૧ બુશેલ યીલ્ડ કરતા ઓગસ્ટમાં ૧૮૩.૫ બુશેલ આવશે. જો બજારની ધારણા પ્રમાણે અમેરિકન મકાઈ યીલ્ડ વધુ આવશે તો તે એક નવો ઈતિહાસ ગણાશે. છેલ્લા ત્રણ વર્ષથી અમેરિકન સરેરાશ મકાઈ યીલ્ડ ઘટીને આવતું હોય છે.
અમેરિકન કૃષિ મંત્રાલયના વાસદા અહેવાલ મુજબ ૨૦૨૩-૨૪નો આખા વિશ્વનો મકાઈ ઉત્પાદન અંદાજ ૧૨૨.૫૪૫ અબજ ટન મુકવામાં આવ્યો હતો, તે ૨૦૨૪-૨૫ માટે સહેજ ઘટાડીને ૧૨૨.૦૫૪ અબજ ટન મુકવામાં આવ્યો છે. કૃષિ એજન્સી સ્ટોનેક્સના અનુમાન મુજબ બ્રાઝીલનું ૨૦૨૪-૨૫નુ ઉત્પાદન ૧૨૩૧.૪ લાખ ટન અનુમાનિત છે, જે ૨૦૨૩-૨૪ માટે ૧૨૧.૮ લાખ ટન અંદાજ્યું હતું. આ એજન્સીએ અમેરિકાનાં મકાઈ ઉત્પાદનનો અંદાજ ૧૫.૨૦૭ અબજ બુશેલ મુક્યો હતો. આર્જેન્ટીનામાં વાવેતર વિસ્તાર બે લાખ હેકટર ઘટી જવા સાથે ૨૦૨૩-૨૪નુ ઉત્પાદન અનુમાન ઘટાડીને ૪૯૦ લાખ ટન મુક્યું હતું.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








