Friday, May 1, 2026
HomeGeneralઆજથી સમગ્ર દેશમાં મળશે કોરોના રસીનો "પ્રીકોશન ડોઝ", નવું રજિસ્ટ્રેશન કરાવવું નહીં...

આજથી સમગ્ર દેશમાં મળશે કોરોના રસીનો “પ્રીકોશન ડોઝ”, નવું રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે

- Advertisement -

નવજીવન નવી દિલ્હી: ઓમીક્રોન દહેશત અને કોરોનાના વધતા કેસ વચ્ચે આજથી દેશભરમાં પ્રીકોશન ડોઝ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. દેશભરમાં આજે સવારે 9 વાગ્યાથી સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવશે. જો કે બીજો ડોઝ મળ્યાને 9 મહિનાથી વધુ સમય થઈ ગયો હોય તેમને જ પ્રીકોશન ડોઝ આપવામાં આવશે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને કોરોના રસીનો પ્રીકોશન ડોઝ આપવાની જાહેરાત કરી હતી. સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને આજથી કોરોના રસીના આ બૂસ્ટર ડોઝ લઈ શકે છે. જોકે પીએમ મોદીએ તેને બૂસ્ટર ડોઝ ગણાવ્યો ન હતો અને તેને ‘સાવચેતી ડોઝ’ ગણાવ્યો હતો . આ ડોઝ એવા સમયે આપવામાં આવી રહ્યો છે જ્યારે દેશમાં ઓમિક્રોનના કારણે ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. પીએમ મોદીએ તેને બૂસ્ટર ડોઝ કહેવાને બદલે ‘પ્રીકોશન ડોઝ’ નામ આપ્યું છે.

- Advertisement -

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે પ્રીકોશન રસીના ડોઝ માટે નોંધણી કરાવવાની જરૂર નથી. સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષના લોકો સીધા જ એપોઇન્ટમેન્ટ લઈ શકે છે અથવા રસીકરણ કેન્દ્રમાં જઈ શકે છે. તમામ પુખ્ત વયના લોકો માટે બૂસ્ટર ડોઝ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.


સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો જેમને ડાયાબિટીસ, હાયપરટેન્શન અને ક્રોનિક રોગો છે તેઓ પણ તેમના ડૉક્ટરની સલાહ પર “‘પ્રીકોશન ડોઝ” મેળવવાનો વિકલ્પ ધરાવે છે. જો કે, લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ લેવાના 9 મહિના પછી જ પ્રીકોશન ડોઝ આપવામાં આવશે.

ત્રીજો ડોઝ એ જ રસીનો હશે જે લોકોએ તેમના પ્રથમ અને બીજા ડોઝ માટે મેળવ્યો છે. કેન્દ્રએ કહ્યું છે કે જે રસી અગાઉ લેવામાં આવી છે, તે જ રસી પ્રીકોશન ડોઝ તરીકે આપવામાં આવશે.

- Advertisement -

ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને બૂસ્ટર ડોઝની સતત માંગ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને જ પ્રીકોશન ડોઝ ની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે કહ્યું હતું કે, દેશને સુરક્ષિત રાખવામાં કોરોના યોદ્ધાઓ, સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સનું મોટું યોગદાન છે. તેથી, સાવચેતી તરીકે સરકારે આરોગ્યસંભાળ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે પ્રીકોશન ડોઝ આપવાનો નિર્ણય લીધો છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular