Wednesday, June 24, 2026
HomeGeneralઉર્જા વિભાગ ભરતી કૌભાંડ: “ઈશ્વર”ની કૃપાથી અરવલ્લી જીલ્લા ભાજપના યુવા નેતાની પત્નીને...

ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ: “ઈશ્વર”ની કૃપાથી અરવલ્લી જીલ્લા ભાજપના યુવા નેતાની પત્નીને રૂ.૧૦ લાખમાં નોકરી અપાવીની ચર્ચા 

- Advertisement -

જય અમીન (નવજીવન. અરવલ્લી): AAP યુવાનેતા યુવરાજ સિંહએ ઊર્જા વિભાગમાં ભરતીમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાના આક્ષેપ કરતા સનસનાટી મચી ગઈ છે. યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને UGVCL, DGVCL, GETCOની ભરતીમાં મોટાપાયે કૌભાંડ થયાનું અને ઉમેદવારો પાસે ૨૧ લાખ રૂપિયા જેટલી માતબર રકમ લેવામાં આવતી હોવાની સાથે ભરતી કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી જીલ્લો હોવાનો આક્ષેપ કરી ભરતી કૌભાંડમાં ભાજપના યુવા મોરચાના મહામંત્રી અવધેશ પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારે અરવલ્લી જીલ્લાના વધુ એક યુવા નેતાએ તેની પત્નીને “ઈશ્વર” ની કૃપાથી ૧૦ લાખ રૂપિયામાં ઉર્જા વિભાગમાં નોકરી અપાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અરવલ્લી ઉર્જા વિભાગ ભરતી કૌભાંડનું એપી સેન્ટર હોવાના આક્ષેપ સાથે જીલ્લા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ત્રણ લોકોની અટકાયત કરી પૂછપરછ કરી જવા દેવામાં આવતા ભરતી કૌભાંડ પર જાણે પડદો પડી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે.



- Advertisement -

ઉર્જા ભરતી કૌભાંડમાં અરવલ્લી જિલ્લા ભાજપા યુવા મોરચાના મહામંત્રી અવધેશ પટેલની સંડોવણી હોવાના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપો કરતા હડકંપ મચી જતા પોલીસે પણ તપાસ હાથ ધરી હતી, યુવરાજસિંહના આક્ષેપોથી તંગ આવેલા નેતા અવધેશ પટેલ અચાનક મીડિયા સમક્ષ આવી તમામ આક્ષેપોને પાયા વિહોણા જણાવી યુવરાજ સિંહ સામે ધનસુરા પોલીસ મથકે અરજી કરતા મામલો જાણે થાળે પડી ગયો હોય એવો માહોલ જિલ્લામાં સર્જાયો છે. પરંતુ એવું નથી વધુ એક યુવા નેતાએ ‘ઈશ્વર’ની કૃપાથી તેની ધર્મ પત્નીને રૂ.10 લાખમાં સેટિંગ કરાવી નોકરી અપાવી હોવાનું લોક ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ હાલતો ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, પરંતુ લોક મુખે માત્ર ‘ઈશ્વર’ ભરોસે જ કૌભાંડ આચાર્યુ હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યું છે. ત્યારે જીલ્લાના રાજકારણમાં ગાત્રો થીજાવતી ઠંડીમાં ગરમાવો આવી ગયો છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular