Friday, May 1, 2026
HomeGeneralરાજપૂત છું મૂંછ તો નહીં કાઢું: મૂંછ રાખવાના કારણે કોન્સટેબલ સસ્પેન્ડ થયો

રાજપૂત છું મૂંછ તો નહીં કાઢું: મૂંછ રાખવાના કારણે કોન્સટેબલ સસ્પેન્ડ થયો

- Advertisement -

નવજીવન ભોપાલ: કમાન્ડર અભિનંદન વર્તમાન જેવી મૂંછ રાખવાના ચક્કરમાં ભોપાલના કોન્સટેબલને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. અધિકારીને કોન્સટેબલની મૂંછ પસંદ નહીં આવતા મૂંછ કઢાવવાનું કહ્યું હતું જો કે કોન્સટેબલએ વાત ન માનતા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, ભોપાલમાં કોઓપરેટિવ ફ્રોડ તેમજ લોક સેવા ગેરંટીના વિશેષ પોલીસ ડાયરેક્ટરના ડ્રાઈવરના પદે રાકેશ રાણા તહેનાત હતા. જો કે બે દિવસ પહેલા રાકેશ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શનનો ઓર્ડર IG પ્રશાંત શર્મા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે કોઓપરેટિવ ફ્રોડ તેમજ લોક સેવા ગેરંટીના IG પ્રશાંત શર્માનું કહેવું છે કે કૉન્સ્ટેબલ રાકેશ રાણાએ આદેશનું પાલન નથી કર્યું તેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન ઓર્ડરમાં જણાવ્યુ છે કે રાકેશ રાણાનું ટર્નઆઉટ ચેક કરવામાં આવતા સામે આવ્યું છે કે તેમના વાળ વધી ગયા છે. મૂંછ પણ અજીબ જ શેપમાં છે. તેનાથી ટર્નઆઉટ સારો નથી દેખાતો. રાકેશને ટર્નઆઉટ યોગ્ય કરવા માટે વાળ અને મૂંછ વ્યવસ્થિત રીતે કપાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. રાકેશે આદેશનું પાલન કર્યું ન હતું. જેથી તેમને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

- Advertisement -


સમગ્ર બાબતે રાકેશે કહ્યું છે કે, સર રાજપૂત છું. નોકરી હોય કે ન હોય પણ મૂંછ તો નહીં મુંડાવું. પહેલાં પણ આવી જ મૂંછ રાખતો હતો. મને સસ્પેન્શનનો આદેશ મંજૂર છે પરંતુ મૂંછ તો નહીં જ કપાવું.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular