નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Indian Cricket Team)ના સ્ટાર ક્રિકેટર ઋષભ પંત (Rishabh Pant)રોડ અકસ્માતનો શિકાર બન્યા છે. તેમની કાર રૂડકી(Roorkee)માં ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં પંતને માથા અને પગમાં ઈજા થઈ હતી. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. કારનો કાચ તોડીને પંતને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પંત દિલ્હીથી ઉત્તરાખંડમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની કારને રૂરકીની નરસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે અકસ્માત નડ્યો હતો. પંતને માથા અને પગમાં ઈજા થઈ હતી. તેમને પીઠમાં પણ ઘણી ઈજા થઈ છે. જો કે તેમની હાલત સ્થિર છે.

પંતની કાર ખૂબ જ સ્પીડમાં હતી અને ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર રેલિંગ તોડીને બીજી તરફ પહોંચી ગઈ હતી, ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ હતી. આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાની જણાવવામાં આવી રહી છે. અકસ્માત બાદ, રાહદારીઓની સૂચના પર, ગંભીર રીતે ઘાયલ ઋષભ પંતને દિલ્હી રોડ પરની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં પંતની હાલત નાજુક હતી, પરંતુ ધીરે ધીરે તેમની સ્થિતિમાં સુધારો થતો ગયો. આ પછી તેમને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમની અહીં પ્લાસ્ટિક સર્જરી પણ થશે. સક્ષમ હોસ્પિટલના ડૉ. સુશીલ નાગરે જણાવ્યું કે, ઋષભ પંતના પગમાં ફ્રેક્ચર થયું છે અને કપાળ પર પણ ઈજા છે. કપાળ પર કેટલાક ટાંકા લગાવવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, પંતની કાર ઝડપી ગતિએ ડિવાઈડરની બાજુની મજબૂત લોખંડની રેલિંગ સાથે અથડાઈ અને રેલિંગ તોડીને બીજી તરફ પહોંચી ગઈ હતી. સ્પીડ વધુ હોવાથી કાર લગભગ 200 મીટર સુધી લપસીને અટકી ગઈ હતી. આ પછી તેમાં આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થળ પર પહોંચેલા રાહદારીઓએ કોઈક રીતે કાચ તોડીને રિષભ પંતને બહાર કાઢ્યા હતા. જે બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને તેમને નરસનથી રૂરકી તરફ લગભગ આઠ કિલોમીટર દૂર સ્થિત સક્ષમ હોસ્પિટલ લઈ ગઈ હતી.
જે મર્સિડીઝ કારમાં રિષભ પંત ઘરે પરત ફરી રહ્યા હતા તેની નંબર પ્લેટ DL 10 CN 1717 છે. અકસ્માત બાદ પંતની કારમાંથી કેટલાક પૈસા પણ પડ્યા હતા, જેને સ્થાનિક લોકોએ ઉપાડ્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








