Tuesday, May 26, 2026
HomeGeneralબે બહેનપણીઓ સાથે છેતરપીંડી કરી યુવકે કર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીને જંગલમાંથી ઝડપી...

બે બહેનપણીઓ સાથે છેતરપીંડી કરી યુવકે કર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીને જંગલમાંથી ઝડપી પાડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: દેશમાં અને ગુજરાત રાજ્યમાં દુષ્કર્મની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. સગીર યુવતીઓને કોઈ પ્રકારની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે. ત્યારબાદ લગ્ન જેવી લાલચ આપી દુષ્કર્મની ફરિયાદો સામાન્ય બની છે, ત્યારે જૂનાગઢમાં (Junagadh) એક યુવકે બે બહેનપણીઓ સાથે જ દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જૂનાગઢ પાસે આવેલા એક ગામની ખાનગી શાળામાં અભ્યાસ કરવા આવતી 17 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ થયું છે. શાળામાં અભ્યાસ કરવા આવતી આ યુવતીને સાહિલ લતીફ મુલતાની સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા થઈ હતી. આરોપી સાહિલે યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને યુવતીને ભગાડી ગયો હતો. ત્યારબાદ યુવતીના પરિવારજનોએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતાં વિલિંગ્ડન ડેમના નજીકના જંગલમાંથી આરોપી મળી આવ્યો હતો. આરોપી સાથે પીડિત યુવતી પણ મળી આવી હતી.

- Advertisement -

પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ કર્યાની કબૂલાત કરી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે, પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ આ યુવતી સિવાય એક અન્ય યુવતી સાથે પણ દુષ્કર્મ કર્યાની વાત સામે આવી હતી. પીડિત બંને યુવતી એકબીજાને ઓળખાતી હોવાની વાત પણ સામે આવી હતી. આરોપીએ બંને યુવતીઓ સાથે એવું કારસ્તાન કર્યું હતું કે, પીડિત બંને યુવતીઓ એકબીજા સાથે થઈ રહેલી છેતરપીંડીથી અજાણ હતી. આરોપીએ બંને યુવતીઓને વારાફરથી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું. પોલીસે આરોપી સાહિલ સામે પોકસો અને દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીએ બીજી કોઈ યુવતીઓ સાથે પણ આવું કૃત્ય કર્યું છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular