Monday, September 9, 2024
HomeGujaratAhmedabadગુજરાત હાઈકોર્ટના બે સિનિયર ન્યાયાધીશ સુનાવણી દરમિયાન ઝગડી પડ્યા, સિનિયર જજ સુનાવણી...

ગુજરાત હાઈકોર્ટના બે સિનિયર ન્યાયાધીશ સુનાવણી દરમિયાન ઝગડી પડ્યા, સિનિયર જજ સુનાવણી છોડી ચેમ્બરમાં ચાલ્યા ગયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આમ તો કોર્ટ કોઈપણ નાના મોટા વ્યક્તિ માટે ન્યાયનું મંદિર ગણાય છે. સામાન્ય માણસ જ્યારે પોતાને કોઈ અન્યાય થાય ત્યારે કહે છે, હું તને કોર્ટમાં જોઈ લઈશ. ત્યારે ન્યાય કરવા વડી અદાલતમાં બેઠેલા બે સિનિયર ન્યાયાધીશ સુનાવણી દરમિયાન પોતાના અલગ મત બાબતે ઝઘડી પડવાના સમાચાર સામે આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, સામાન્ય રીતે કોર્ટમાં દલીલો કરવાનું કામ વકીલો દ્વારા થાય છે. કેટલાક કેસોમાં દલીલ દરમિયાન કોઈ બાબતને લઈ વકીલો વચ્ચે ન્યાયાધીશની હાજરીમાં જ ઉગ્ર બોલાચાલી પણ થઈ જતી હોય છે. પણ ગઈકાલે અમદાવાદમાં (Ahmedabad) આવેલી ગુજરાત રાજ્યની વડી અદાલતમાં ટેક્સ સંબધિત કેસની સુનાવણી દરમિયાન બે સિનિયર ન્યાયાધીશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ટેક્સ સંબધિત ચાલી રહેલા કેસમાં બંને જજ એકબીજા સાથે સહમત ન હતા. બંને ન્યાયાધીશ કેસને કઈ પોતાના નિર્ણયમાં મક્કમ હતા. જેના કારણે સુનાવણી માટે ઉપસ્થિત ન્યાયાધીશો વચ્ચે બોલાચાલી થઈ હતી.

- Advertisement -

આ બાબતે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) એડવોકેટનાએસોશિએશનના વરિષ્ઠ સભ્ય દ્વારા આ પ્રકારના વર્તનને દુર્લભ ગણવામાં આવ્યું હતું. ટેક્સ સંબધિત કેસની સુનાવણી દરમિયાન આદેશ આપતી વેળાએ સિનિયર ન્યાયાધીશ સાથે રહેલા જુનિયર ન્યાયાધીશ પોતાનો મત રજૂ કરી રહ્યા હતા, ત્યારે સિનિયર જજ અકળાઈ ઉઠ્યા હતા. સિનિયર ન્યાયાધીશે જુનિયર ન્યાયાધીશને કહ્યું હતું કે, ” તમે આ બાબતે સંમત નથી”. જો કે જુનિયર ન્યાયાધીશે સિનિયર ન્યાયાધીશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પણ સિનિયર ન્યાયાધીશે પહેલા તમે એક બાબતે સંમત ન હતા અને હવે આ બાબતે સંમત નથી એ પ્રકારની વાત કરી હતી. જુનિયર ન્યાયાધીશે પણ સિનિયર ન્યાયાધીશને સમજાવતા કહ્યું કે, મતભેદનો સવાલ નથી, પરંતુ સિનિયર ન્યાયાધીશ “તમે બડબડ ન કરો” એમ કહી ચાલુ સુનાવણી દરમિયાન જ ખુરશીમાંથી ઊભા થઈ પોતાની ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા. સિનિયર ન્યાયાધીશ વચ્ચે ચાલુ સુનાવણી દરમિયાન થયેલી ચકમકથી હાજર તમામ વકીલો અવાચક થઈ ગયા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular