Tuesday, April 21, 2026
HomeGujaratપાલિતાણાના વાળુકડ ગામમાં હોસ્ટેલની પાણીની ટાંકીમાં ઝંપ લાવીને વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું

પાલિતાણાના વાળુકડ ગામમાં હોસ્ટેલની પાણીની ટાંકીમાં ઝંપ લાવીને વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Suicide: આજના સમયમાં વિદ્યાર્થીઓ ભણતરના ભાર નીચે દબાઈને આત્મહત્યા કરી લેતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. બે દિવસ અગાઉ ધોરાજીની એક વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આત્મહત્યા (Dhoraji Student Suicide in Hostel) કરી લીધી હોવાની ઘટના સામે આવી હતી, ત્યારે આજે પાલિતાણા (Palitana) તાલુકાનાં વાળુકડ ગામની એક વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં જ આત્મહત્યા (Student Suicide in Hostel) કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. જોકે હજુ સુધી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કેમ કરી તે અંગે કોઈ ખુલાસો થયો નથી.

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનાં વાળુકડ નામના ગામમાં લોક વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતી 21 વર્ષની એક વિદ્યાર્થિનીએ હોસ્ટેલના ધાબા પર રહેલી પાણીની ટાંકીમાં ઝંપ લવીને આત્મહત્યા કરી લીધી હતી. આ યુવતી કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. યુવતીની આત્મહત્યાની જાણ થતાં જ તાત્કાલિક હોસ્ટેલના કર્મચારીઓ અને અન્ય છાત્રો દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

- Advertisement -

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. યુવતી પાસેથી કોઈ પણ પ્રકારની અંતિમ ચિઠ્ઠી મળી નથી, જેના કારણે યુવતીએ આત્મહત્યા કેમ કરી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular