નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Police Commissioner :અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ (IPS Sanjay Srivastava) ઉંમરના કારણે 30 એપ્રિલના રોજ નિવૃત્ત થવાના છે, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના (Ahmedabad Crime Branch) સંયુક્ત પોલીસ કમિશનર IPS પ્રેમવીર સિંહને (Prem Vir Singh IPS) હાલ અમદાવાદ પોલીસ કમિશનરનો (Ahmedabad commissioner of police)વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પ્રેમવીર સિંહ 2005ની બેચના IPS અધિકારી છે.
IPS પ્રેમવીર સિંહ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં સંયુક્ત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તાજેતરમાં જ ગૃહ વિભાગ દ્વારા તેમને IG તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. ગુજરાતનાં ઈતિહાસમાં આજ સુધી કોઈ પણ IG રેંકના અધિકારીને પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ મળ્યો હોય તેવી આ પહેલી ઘટના છે.
IPS પ્રેમવીર સિંહ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પહેલા સ્પેશિયલ બ્રાંચમાં DCP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, આ પહેલા તેમણે દાહોદ SP અને જેલ SP તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. હવે તેમને અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર તરીકેનો પણ વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








