Saturday, May 2, 2026
HomeNationalપરીક્ષાનું આ કેવું પરિણામ? ભણતરનો ભાર ન વેંઢારી શકતા એક સાથે દસ...

પરીક્ષાનું આ કેવું પરિણામ? ભણતરનો ભાર ન વેંઢારી શકતા એક સાથે દસ વિદ્યાર્થીએ મોતને વહાલું કર્યું!

- Advertisement -

નવજીવન ન્યૂઝ.આંધ્રપ્રદેશ: Andhra Pradesh students suicide :એ વાત ખરી કે ભણતર વગર કોઈ ભવિષ્ય નથી; પણ જો માણસ જ હયાત નહીં હોય તો ભણતરનું શું કરશો? આ શબ્દો છે એ માતા–પિતાના, જેમણે પોતાના સગીર બાળકોને અંતિમ વિદાય આપી છે. જેના મૂળ કારણમાં છે, ‘ભણતરનો ભાર.’

આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) છેલ્લા 48 કલાકમાં 9 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લેતા વાતાવરણ શોકમગ્ન બની ગયું છે. જોકે મૃત્યુ પામનારા સિવાય અન્ય બે વિદ્યાર્થીઓએ પણ આત્મહત્યાની કોશિશ કરી હતી; જેમને સમય સૂચકતા વાપરીને બચાવી લેવાયા હતા.

- Advertisement -

આંધ્રપ્રદેશમાં ધો 11 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતું. આંધ્રપ્રદેશની ઇન્ટર મિડિયેટર લગભગ 10 લાખથી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 61 ટકા જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. કેટલાક વિદ્યાર્થીઓને ઓછા માર્કસ આવ્યા હતા અને કેટલાક વિદ્યાર્થી નાપાસ પણ થયા હતા. જેને કારણે તેઓએ મોતને વહાલું કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા એક–બે નહીં; પણ 9 કરતાં વધુ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ છે. આત્મહત્યા કરનારા તમામ વિદ્યાર્થીઓ સગીર વયના હોવાથી તેઓનાં માતા–પિતા પર જાણે આભ તૂટી પડ્યું છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કરેલા આપઘાતને કારણે સમ્રગ રાજ્યમાં ભણતર પ્રક્રિયા બાબતે રોષની લાગણી જોવા મળી રહી છે.

યુવાન બાળકોના આપઘાતને પગલે પિડિત પરિવારો શોકમાં ગરકાવ જોવા મળ્યા હતા. કોઈ વિદ્યાર્થીએ ઝેર ખાઈને તો કોઈએ ટ્રક આગળ પડતું મૂકીને તો વળી કોઈએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીઓના મૃત્યુથી હોસ્પિટલ બહાર પરિવારજનોનું હૈયાફાટ રૂદન જોવા મળ્યુ હતુ. આ ઘટનાને પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular