Friday, May 1, 2026
HomeGeneralસૌપ્રથમ ઘટના: મહેસાણામાં વિદેશ જવા આપવી પડતી પરીક્ષા IELTSના પેપર લૂંટાયા, 4...

સૌપ્રથમ ઘટના: મહેસાણામાં વિદેશ જવા આપવી પડતી પરીક્ષા IELTSના પેપર લૂંટાયા, 4 શખ્સો પેપરના 3 થેલા લઈ છૂ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મહેસાણા: ગુજરાતમાં પહેલી વખત એવું બન્યું હશે જ્યારે IELTS (International English Language Testing System)ના પેપરની લૂંટ થઈ હોય. વિદેશ ભણવા જવા માટેની લેવાતી IELTS પરીક્ષાના પેપરોની લૂંટ કરવામાં આવી છે. લૂંટારુઓએ પેપરની ત્રણ બેગ લૂંટીને છુંમંતર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી અનુસાર, મહેસાણામાં સરદાર પટેલ સંકૂલ સોમ્પ્લેકસમાં આવેલી બ્લૂ ડાર્ટ કુરિયરની ઓફિસમાં ગઇકાલે રાત્રે ઓફિસના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તે દરમિયાન એક સ્કોરપિયો કારમાં ચાર યુવાનો આવ્યો હતા. જે ગાડીમાંથી પાઇપ અને ધોકા જેવા હથિયારો લઈને ઓફિસમાં આવી ગયા હતા. હથિયાર લઈને આવેલા ચાર લોકોએ ઓફિસમાં તોડફોડ કરીને કર્મચારીઓને મારમાર્યા હતા. ઉપરાંત ઓફિસમાં જ્યાં કુરિયર મૂકવામાં આવે છે તે જગ્યાએ જઈને IELTS પરીક્ષાના ત્રણ બેગ ઉઠાવીને નીકળી ગયા હતા. આ દરમિયાન કર્મચારીઓએ રોકવાનો પ્રયત્ન કરતાં તેમની પર હુમલો કર્યો હતો.



સમગ્ર ઘટનાની જાણ મહેસાણા બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે બનાવ સ્થળના આસ પાસના રસ્તાઓના સીસીટીવી તપાસ કર્યા હતા. આરોપીઓને પકડવા માટે પોલીસની ત્રણ ટીમે કાર્યવાહી હાથ ધરી છે જેમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને મહેસાણા બી ડિવિઝન પોલીસનો સમાવેશ થાય છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular