નવજીવન ન્યૂઝ. સુરત ગ્રામ્યઃ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા કીમ ગામે હત્યાની ચકચારી હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે, પતિએ જ પત્ની પર ચરિત્રની શંકા રાખી હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે, હત્યારા પતિએ ઘટનાને અંજામ આપી કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર જીવન ટુંકાવ્યું હતું, જોકે હત્યારા પતિએ જીવન ટુંકાવી લીધું હતું જેથી પત્નીની હત્યા પાછળનું કારણ જાણવા મળશે કે નહીં એ એક સવાલ હતો ત્યારે ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસના હાથે હત્યારા પતિના મોબાઇલ ફોનમાંથી એક વીડિયો મળી આવેલ જેમાં હત્યારો પતિ પત્નીની હત્યા કરી બાજુમાં બેઠો હતો અને ચરિત્ર પર શંકા રાખી પત્નીની હત્યા કરી દીધી હોવાનું કબલ્યુ હતું.
મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે અંબિકા નગરમાં સોસાયટીમાં રહેતા કિરણ હરિચન્દ્ર નિશાદ (પત્ની) તેમજ હરિચન્દ્ર નિશાદ (પતિ) બન્ને રહેતા હતા, બન્ને લગ્ન થયાને સમય ગાળો હજી છ મહિના જેટલો જ થયો હતો, ત્યારે આ છ મહિનાના સમયગાળામાં બન્ને પતિ પત્ની વચ્ચે અનેકવાર રકઝક થતી હતી અને મારપીટ થતી હતી, ત્યારે ગત સોમવારે વધુ એકવાર પતિ પત્ની વચ્ચે રકઝક થતા હત્યારા પતિએ આવેશમાં આવી જઈને પત્નીને છાતીના તેમજ શરીરના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકયા હતા અને તકિયાથી મોઢું દબાઈ મોતને ઘાટ ઉતારી હતી અને બાદમાં વીડિયો બનાવી કહ્યું કે મેંને ઈસ્કા ખૂન કર દીયા પછી ઘરનો દરવાજો બંધ કરી ભાગી ગયો હતો.
મુતક કિરણબેનના પિતાએ સમગ્ર ઘટનાની કીમ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે આવી લાશનો કબ્જો લઈ ગુનો નોંધી હત્યારાને પકડી પાડવા આજુબાજુ વિસ્તારના સુ.સી.ટીવી ફૂટેજ મેળવી તપાસ કરતા એક ફૂટેજમાં હત્યારો પતિ કેદ થઈ ગયો હતો. જેમાં પતિ કમરે પટ્ટો બાંધી સાયકલ લઈ જઈ રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. જ્યારે પોલીસ હત્યારા પતિની શોધખોળમાં હતી ત્યારે ઘટનાના બે દિવસ બાદ પતિની કિમ કઠોદરા ગામ વચ્ચેથી રેલ્વે ટ્રેક પરથી ટ્રેન નીચે કપાયેલી લાશ મળી આવી હતી. આમ પત્નીની હત્યા બાદ પતિએ પણ જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું અને હત્યાનું કારણ જાણવા પોલીસે મૃતકના મોબાઇલ ફોનની તપાસ કરતા તેમાંથી એક વીડિયો મળી આવ્યો હતો. જે વીડિયો પત્નીની હત્યા કર્યાબાદ હરિચન્દ્ર નિશાદે તેના મૃતદેહ પાસે બેસીને પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો જેમાં પત્નીની હત્યા કરવા પાછળ તેના ચારિત્ર બાબત હોવાનું તેણે કહ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












