Friday, May 8, 2026
HomeFeature Postહું પાકિસ્તાની હિન્દુ છુ, પણ મે પઠાણી પહેર્યુ હતું અને ઈન્ડીયન આર્મીવાળાએ...

હું પાકિસ્તાની હિન્દુ છુ, પણ મે પઠાણી પહેર્યુ હતું અને ઈન્ડીયન આર્મીવાળાએ મને ટેરેરીસ્ટ સમજી પકડી લીધો

- Advertisement -

1996માં મારો જન્મ થયો, મારા પિતા બાભણીયા ભીલનું હું છઠ્ઠુ સંતાન, પાકિસ્તાનના સિંધપ્રાંતના બદીન જિલ્લામાં અમારી જમીન આવેલી છે, મારૂ ગામ બંચીચક પાકિસ્તાન ઈન્ડીયા બોર્ડરને અડીને આવેલુ છે, અમારા ખેતરને પેલે પાર અફાટ રણ આવેલુ છે, મારૂ નામ તો પોહર ભીલ પણ મને ઘર અને ગામમાં બધા મજનોના નામે ઓળખે, મને તે દિવસે કઈ તારીખ હતી તે ચોક્કસ યાદ નથી તા 27અથવા 29 જુલાઈ 2018નો દિવસ હતો, હું મારા ઘરેથી નિકળી ખેતરમાં કામ કરવા ગયો હતો, અમારા કોઈને ખેતરને કોઈ વાડ નથી, અમે જયાં ખેડીએ તેને અમારુ ખેતર કહીએ છીએ, તે દિવસે પણ હુ ખેતરમાં કામ કરી રણની રેતીમાં બેઠો હતો,ત્યાં અચાનક ઈન્ડીયન આર્મીની પેટ્રોલીંગ ટીમ આવી,તેમણે મને પુછયુ અહિયા શુ કરે છે, મેં કહ્યુ બસ બેઠો છુ, તેમણે મને ઉપરથી નીચે સુધી જોયો. મને કહ્યુ કાર્ડ છે, હું સરહદી ગામમાં રહેતો હોવાને કારણે અમારી દરેક પાસે કાર્ડ હોય છે મેં મારા ખીસ્સામાંથી કાર્ડ કાઢી હું પાકિસ્તાની નાગરિક હોવાનો પુરાવો આપ્યો.

મારૂ કાર્ડ જોઈ મારી ખરાઈ કરતા પુછયુ તારૂ નામ મેં કહ્યુ પોહર કારેગા ભીલ, મારૂ નામ સાંભળી તેમણે મને સવાલ પુછયો હિન્દુ છે, મેં કહ્યુ હા, તેમણે મને ફરી જોયો કારણ મેં પઠાણી પહેર્યુ હતું, તેમની નજર જોઈ હું સમજી ગયો મેં કહ્યુ સર સિંધ પ્રદેશમાં હિન્દુ જુવાનો પણ પઠાણી અને વૃધ્ધો ધોતી પહેરે છે, પણ મારી વાત ઉપર ભરોસો આવ્યો નહીં કદાચ તેઓ મને ટેરેરીસ્ટ સમજી બેઠા હતા. તેમણે મને પકડયો એટલે મેં પુછયુ મારો ગુનો શુ છે,તેમણે જવાબ આપ્યો, તુ જયા બેઠો છે તે ઈન્ડીયાની સરહદ છે, તુ પાકિસ્તાની છે અને ભારતની સરહદમાં આવી ગયો છે, મેં અફાટ રણ તરફ જોયુ કોઈ પણ સામાન્ય માણસને ભારત અને પાકિસ્તાન કયાંથી અલગ પડે છે તેની ખબર પડે તેવુ કઈ જ ન્હોતુ, પણ ઈન્ડીયન આર્મીને મારી ઉપર ભરોસો થયો નહીં.

- Advertisement -

તેઓ પહેલા મને પકડી આર્મીની ચોકીમાં લઈ ગયા તેમણે કોઈ ઉપર અધિકારીને જાણ કરી આર્મીના મોટા સાહેબ આવ્યા તેમણે મારી ઉપર ગુસ્સો કર્યો અને હું ભારતમાં કેમ ઘુસી આવ્યો તેની પુછપરછ શરૂ કરી હું ડરી ગયો મેં રડતા રડતા તેમને બધા જ જવાબ આપ્યા, પણ તેઓ મારી વાત માનવા તૈયાર જ ન્હોતા, હું ભુલથી ભારતની સરહદમાં આવી ગયો હતો પણ તેઓ મને ધુસણખોર મારી ભારતમાં દાખલ કેમ થયો તેવુ પુછી રહ્યા હતા, ઘણા કલાક પછી તેમણે પોલીસને જાણ કરી ત્યાર મને ખબર ન્હોતી પણ હવે ખબર પડી કે તે દિવસે મને બનાસકાંઠાની વાવ પોલીસ લેવા આવી અને મને વાવ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને પછી પુછપરછનો દૌર શરૂ થયો

મારી સમસ્યા એવી હતી કે પોલીસ સ્ટેશનમાં બધા જ ગુજરાતીમાં મારી સાથે વાત કરતા અને સવાલ પુછતા હતા, મને કઈ જ ખબર પડતી ન્હોતી, અને તેઓ માની રહ્યા હતા કે હું કોઈ ટેરેરીસ્ટ એકટીવીટી કરવા ભારત આવ્યુ છુ મેં તેમને કહ્યુ સિંધપ્રાંતમાં સિંધી અને ઉર્દુ બોલાય છે મને તે જ ભાષા આવડે છે પણ પોલીસને સિંધી અને ઉર્દુ આવડતી ન્હોતી,રાત દિવસ મારી ઉપર સવાલોનો મારો ચાલતો રહ્યો ,મને કોર્ટમાં લઈ જતા અને રીમાન્ડ લેતા જજ સાહેબ પણ મારી સાથે ગુજરાતીમાં વાત કરતા હતા, પોલીસની સાથે હવે ભારતની બીજી એજન્સીના અધિકારીઓ પણ આવતા મને રોજ એકના એક પ્રશ્ન જુદી જુદી રીતે પુછવામાં આવતા હતા હું થાકી ગયો હતો માનસીક રીતે પણ તુટી ગયો હતો.

મને ફરી એક દિવસ કોર્ટમાં લઈ ગયા તેમણે જજ સામે કાગળો મુકયા,જજ મને સુચના આપી કે મારી તેમની ચેમ્બરમાં જવુ, હું તેમની ચેમ્બરમાં ગયો, જજ સાહેબે મને કાગળો બતાડતા પુછયુ તને ખબર છે આ શુ છે, મેં કહ્યુ ના તેમણે મને સમજાવતા કહ્યુ પોલીસ તારો નાર્કોટેસ્ટ કરાવવા માગે છે,તેનાથી તુ સાચુ બોલે છે કે ખોટુ તે ખબર પડશે.તુ ટેસ્ટ આપવા માગે છે મેં તરત હા પાડી કારણ હું સાચુ કહી રહ્યો હતો છતાં કોઈ મારી વાત ઉપર ભરોસો કરતુ ન્હોતુુ અને હું નિર્દોષ છુ તેવો કોઈ પુરાવો મારી પાસે ન્હોતો, જો નાર્કોટેસ્ટમાં મારી સચ્ચાઈ સાબીત થઈ જાય તો મને આ મારા ઘરે પાકિસ્તાન જવા દેશે તેવુ માની હું તૈયાર થઈ ગયો

- Advertisement -

મને પોલીસ ગાંધીનગર ફોરેનસીક લેબોરેટરીમાંં લઈ આવી ચાર દિવસ સુધી મારા ટેસ્ટ થયા અને મારો નાર્કોટેસ્ટ કરવામાં આવ્યો, મને ઉત્સુકતા હતી કે મારા ટેસ્ટમાં શુ આવ્યુ પણ મને તે કોઈ કહી રહ્યુ ન્હોતુ, પણ મારા ટેસ્ટ પછી પોલીસનો વ્યવહાર મારી સાથે બદલાઈ ગયો હતો, પોલીસ હવે સારો વ્યવહાર કરી રહી હતી કદાચ મારા રીપોર્ટમાં હું સાચુ બોલુ છુ તેવુ આવ્યુ હશે, મને ભાષાનો ખુબ પ્રશ્ન નડતો હતો, પણ હવે પોલીસે મારી સાથે એક સિંધી બોલનારી વ્યકિત રાખી હતી, હું પેલી વ્યકિતને વાંરવાંર વિનંતી કરતો હતો મારે મારા માતા પિતા સાથે વાત કરવી છે , હું ખેતરે જવા નિકળ્યો પછી પાછો ફર્યો નથી માટે તેઓ મારી ચીંતામાં અધમુવા થઈ ગયા હશે, પણ તે મને કહેતો તુ ફોન કરી શકે તેવી મને અમને મંજુરી નથી.

પછી એક દિવસ મને પોલીસ રાજસ્થાનના જોધપુર લઈ આવી, પહેલા તો મને ખબર ન્હોતી કે અમે અહિયા કેમ આવ્યા પછી મને કહેવામાં આવ્યુ કે પાકિસ્તાન દુતાવાસના અધિકારીઓ તારી સાથે વાત કરશે, મને પાકિસ્તાની દુતાવાસના અધિકારી સામે રજુ કર્યો, તેમણે મારી સાથે ઉર્દુમાં વાત કરી મને સારૂ લાગ્યુ પણ તેઓ પણ ઈન્ડીયન પોલીસ જેવા જ હતા તેઓ પણ મને શંકાની નજરે જોતા અને ભારત કેમ આવ્યો તેવા સવાલ પુછી રહ્યા હતા,તેઓ પણ મારી વાત સાચી માની રહ્યા ન્હોતા, તેમણે મારૂ નામ ગામની વિગત નોંધી મારા ફોટો પાડયા અને મને જોધપુરમાં જ રાખ્યો હું દુતાવાસની ઓફિસમાં જ હતો, દુતાવાસના અધિકારીએ મારા અંગે પાકિસ્તાન જાણ કરી અને પાકિસ્તાની પોલીસ મારા ગામ મારે ઘરે પહોંચી ,તેમણે ત્યાંથી જોધપુર ફોન કર્યો અને મારા પિતા સાથે મારી વાત કરાવી

મારો અવાજ સાંભળી મારા પિતા ખુબ રડયા,તેઓ મને મહિનાઓની શોધી રહ્યા હતા, પણ તેમને એટલે હાશકારો થયો કે હું ભલે ઈન્ડીયામાં છુ પણ જીવતો છુ, મને ત્યાંથી પાછા ગુજરાત લાવ્યાકયારેક વાવ તો કયારેક થરાદ અને કયારેક પાલનપુર જેલમાં રાખતા હતા પાંચ મહિના થઈ ગયા મારી સામે કોર્ટમાં કેસ ચાલી ગયો હું ટેરેરીસ્ટ ન્હોતો તે તો સાબીત થયુ પણ ભારતની સરહદમાં પકડાયો હોવાને કારણે મને બે વર્ષની સજા અને ચાર હજારનો દંડ કર્યો જો દંડ ના ભરૂ તો બીજા ચાર મહિનાની સજા કાપવાનો આદેશ હતો કોર્ટના ચુકાદા પછી પોલીસ અમદાવાદની સાબરમતી જેલમાં લઈ આવી, જયાં મેં મારી સજા પુરી કરી, મારી પાસે દંડની રકમ ન્હોતી અને ભારતમાં મારા પિતા પૈસા મોકલાવે પણ કેવી રીતે તેવો પ્રશ્ન હતો,

- Advertisement -

મારી સાથે જેલમાં રહેલા કેટલાંક કેદીઓ મારી દંડની રકમ ભરવા તૈયાર હતા, પણ કોઈએ તેમને પોલીસનો ડર બતાડયો કે પાકિસ્તાનીના દંડની રકમ ભરશો તો પોલીસ પુછપરછ કરવા આવશે એટલે મારો દંડ ભરાયો નહીં જેના કારણે વધુ ચાર મહિના મારે જેલમાં રહેવુ પડયુ, મારી સજા તો પુરી થઈ હવે મને ફરી વાવ પોલીસ લેવા આવી છે તેઓ પાકિસ્તાન દુતાવાસને જાણ કરશે મને ડીપોર્ટ કરવાની ફાઈલ મહિનાઓ સુધી સરકારી ટેબલ ઉપર ફરતી રહેશે, મારી સજા પુરી થવા છતાં હું પાકિસ્તાન મારા ઘરે કયારે પહોંચીશ તેની મને ખબર નથી, તે જેલના તોંતીગ દરવાજા બહાર આવ્યો ત્યારે તેણે આકાશ તરફ જોયુ તે અઢી વર્ષ પછી જેલની દિવાલો બહાર નિકળ્યો હતો, કદાચ તે આકાશ સામે જોઈ ઉપરવાળાને સવાલ પુછતો હશે કે મારી સાથે આવુ કેમ થયુ ?

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular