Wednesday, December 11, 2024
HomeGujaratGandhinagarઘરના ઘર લેવા મોંઘા થશે, ભૂપેન્દ્ર પટેલ સરકાર જંત્રીના દરમાં કરી શકે...

ઘરના ઘર લેવા મોંઘા થશે, ભૂપેન્દ્ર પટેલ સરકાર જંત્રીના દરમાં કરી શકે છે વધારો: સુત્રો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: તાજેતરમાં જ યોજાયેલી વિધાનભા ચૂંટણીમાં ભાજપ (BJP Gujarat)ની ભવ્ય જીત બાદ 156 ધારાસભ્યો સાથે નવી સરકાર બની ગઈ છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સરકાર અગાઉ કરતા પણ વધારે મજબૂત થઈ છે. ત્યારે ગુજરાતના વિકાસ ગ્રોથને વધુ ગતિથી આગળ વધશે તેવી વાતો ભાજપના નેતા દ્વારા કરવામાં આવતી હતી. ત્યારે સમાચાર મળી રહ્યાં છે કે ગુજરાતમાં છેલ્લા 12 વર્ષથી જંત્રીદર વધ્યા નથી ત્યારે હવે નવા જંત્રીદર લાગુ કરવા માટે સરકારે કવાયત શરૂ કરી હોવાના અહેવાલ સુત્રો દ્વારા મળી રહ્યા છે.

સુત્રો આ મામલે માહિતી આપતા જણાવે છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર જંત્રીના દર વધારવા માટે વિચારણા કરી રહી છે. જેમાં નવા નાણાકીય વર્ષથી નવા જંત્રીના દર લાગુ પડે તેવી કવાયત સરકારમાં ચાલી રહી છે. જંત્રીના દર વધવાના કારણે રાજ્ય સરકારના રાજસ્વમાં વધારો થતા બજેટનું કદ પણ મોટું થશે તેવી સંભાવનાઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લે વર્ષ 2011માં જંત્રીના દર વધારવામાં આવ્યા હતા.

- Advertisement -

મહત્વની વાત છે કે, રાજ્યના લગભગ દરેક મહાનગરમાં રિયલ એસ્ટેટ માર્કેટનો ખુબ વિકાસ થયો છે. સાથે જ અમદાવાદ, સુરત જેવા મહાનગરના રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે તેજી પણ જોવા મળી છે. આમ છતાં રાજ્ય સરકારને વર્ષ 2011માં જંત્રીના નક્કી કરેલા દર યથાવત છે ત્યારે સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં વધારો કરવા માટે સરકાર જંત્રીના દરમાં વધારો કરી શેક છે. આમ જો સરકાર જંત્રીના દર વધારે તો સરકારના રાજસ્વમાં મોટો નફો નોંધાય પણ રિયલ એસ્ટેટ માર્કેટમાં સામાન્ય માણસો માટે મુશ્કેલી સર્જાય શકે છે. ઉપરાંત રિયલ એસ્ટેટ માર્કેટમાં જંત્રીના વધેલા દરના કારણે વિકાસની ગતિ ધીમી થતી જોવા મળી શકે છે.

બીજી તરફ સરકાર દ્વારા સંપાદિત થતી જમીનોની વાત કરીએ તો તેમાં જંત્રીના દર વધતા થોડાક લોકોને ફાયદો થઈ શકે છે. પરંતુ વિશાળ હિતમાં વાત કરીએ તો જંત્રીના દર વધતા મધ્યમ અને ઓછી આવક ધરાવતા લોકોને ઘરના ઘર લેવા સમયે આર્થિક મુશ્કેલી થઈ શકે છે. વળી જંત્રીના દર વધતા રાજ્યમાં રિયલ એસ્ટેટના વિકાસ પર આંશિક રીતે બ્રેક લાગી શકે તે શક્યતાને પણ નકારી શકાય નહીં. આમ રાજ્ય સરકાર જો સુત્રોની માહિતી મુજબ જંત્રીના દરમાં વધારો કરે તેવી સંભાવનાઓને કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં વિવિધ ચર્ચાઓ જાગી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular