Thursday, June 4, 2026
HomeInternationalસોમાલિયામાં બે કારમાં વિસ્ફોટ, 9 કરતા વધારે લોકોના મોત, આતંકીઓએ આ રીતે...

સોમાલિયામાં બે કારમાં વિસ્ફોટ, 9 કરતા વધારે લોકોના મોત, આતંકીઓએ આ રીતે કર્યો હતો વિસ્ફોટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોગાદિશુ: આજે બુધવારના રોજ પૂર્વ આફ્રિકા(East Africa)ના દેશ સોમાલિયા(Somalia)માં મોટા વિસ્ફોટ થયાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં સેન્ટ્રલ સોમાલિયાના મહાસ વિસ્તારમાં બે કારમાં વિસ્ફોટ થયાનો અહેવાલ મળી રહ્યા છે. આ ભયાનક વિસ્ફોટમાં 9 નિર્દોષ નાગરિકોનો મોતના સમાચાર સત્તાવાર રીતે જાહેર થયા છે. જ્યારે બીન સત્તાવાર માહિત મુજબ મૃતકોનો આંક 15 સુધી હોવાની માહિતી મળી રહી છે. સાથે જ અનેક ઘાયલ લોકોને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

Two cars exploded in Somalia
Two cars exploded in Somalia

એએફપી (AFP News)ના અહેવાલમાં સ્થાનિક સુરક્ષા અધિકારી અબ્દુલ્લાહી અદાનને ટાંકીને જણાવ્યું છે કે, ‘આતંકીઓએ આજરોજ બુધવારના દિવસે સવારના સમયે વિસ્ફોટક ભરેલા વાહનમાં મહાસ શહેરમાં વિસ્ફોટ કરાવ્યો હતો. આ વિસ્ફોટના સ્થળ આસપાસ મોટી સંખ્યામાં નિર્દોષ બાળકો સહિતના નાગરિકો હતા. ભયાનક વિસ્ફોટના કારણે નવ લોકો માર્યા ગયા છે જેમાં તમામ નાગરિક સોમાલિયાના જ વતની છે.’

- Advertisement -

ઑનલાઈન કાસીમાદાના અહેવાલ પરથી માલૂમ પડે છે કે, આ હુમલો આતંકી સંગઠન અલ-શબાબના જેહાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘટના પાછળ સોમાલિયાની સેનાએ તાજેતરમાં જ આ વિસ્તારમાં અલ-શબાબ વિરૂધ્ધ કરેલી મોટી કાર્યવાહીનો વળતો જવાબ હોવાનું માનાવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અલ-શબાબ આતંકી સંગઠને અગાઉ પણ સોમાલિયામાં ઘણી મોટી આતંકી ઘટનાઓને અંજામ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 29 ઑક્ટોબરના રોજ સોમાલીયાની રાજધાની મોગાદિશુમાં એજ્યુકેશન મિનીસ્ટ્રી બહાર પણ બે કારમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર બ્લાસ્ટમાં 130 જેટલા નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા હતા. આ ઘટના સોમાલિયામાં છેલ્લા 5 વર્ષમાં સૌથી મોટી આતંકી ઘટના હોવાનું માનવામાં આવે છે. ત્યારે ફરી એક વખત એ જ મોડસ ઑપરેન્ડીથી કારમાં બ્લાસ્ટ કરી મહાસ વિસ્તારમાં આતંકનો માહોલ પેદા કરવાનો પ્રયાસ થયો છે. મહાસમાં બ્લાસ્ટની ઘટનામાં પણ સત્તાવાર મૃત્યુઆંક કરતા વધારે લોકોના મોત થયા હોવાનું માનવમાં આવે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular