નવજીવન ન્યૂઝ. અમદાવાદ : ગુજરાતમાં લાંચીયા અધીકારી અને કર્મીઓ પર એસીબી (ACB Gujarat) દ્વારા સતત નજર રાખવામાં આવતી હોય છે. ત્યારે ગઈકાલે એસીબી(Gujarat Anti-corruption Bureau)એ ચાર અલગ-અલગ ટ્રેપ ગોઠવીને લાંચીયા અધીકારીઓની શાન ઠેકાણે લાવી દીધી છે. નવા વર્ષના ત્રીજા જ દિવસે એસીબીએ સપાટો બોલાવતા લાંચીયા અધીકારીઓમાં ફફડાટ ફેલાયો છે. એસીબીએ લીમખેડા, સુરત, સાબરકાંઠા, કલોલમાં અલગ-અલગ ટ્રેપમાં લાંચીયાઓને ઝડપી પાડ્યા છે.
લીમખેડામાં હોમગાર્ડની નોકરી ચાલુ રાખવા લાંચ માગી
લીમખેડામાં ફરીયાદીને હોમગાર્ડ તરીકે ફરીથી નોકરી ચાલુ રાખવા માટે લીમખેડા યુનિટ (બિનવર્ગીય)ના ઈન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડન્ટ કલસીંગ પ્રતાપભાઈ પટેલ દ્વારા 10 હજારની લાંચની માગણી કરવામાં આવી હતી. જોકે આખરે કામના પતાવટ માટે કલસીંગએ રૂપિયા 5 હજારની માગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેના આધારે એસીબી દ્વારા ગઈકાલે લીમખેડા વિશ્રામગૃહની સામે શ્રી મારૂતિ નંદન ઑફસેટ એન્ડ ટેન્ટ હાઉસ ઝેરોક્ષ દુકાનની બહાર એસીબીના ટ્રેપીંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર વી.ડી. ધોરડા દ્વારા લાંચનુ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન ફરિયાદી પાસેથી 5 હજારની લાંચ સ્વીકારતા કલસીંગ પકડાઈ ગયો હતો.
સુરતમાં ચાલુ નોકરીએ કલાર્ક લાંચ લેવા આવ્યો
સુરતના જહાંગીર વિસ્તારમાં ફરીયાદી જે સ્થળ પર પોતાનો વ્યવસાય કરે છે તે મિલકતની આકારણીની કાર્યવાહી કરવા માટે અવારનાવાર ઓફિસના ધક્કા ખાવા પડતા હતા. જોકે સુરત મહાનગરપાલિકા વેસ્ટ ઝોનના આકરણી વિભાહના કલાર્ક નિલેષ હરેલાલ ગામીતે ફરિયાદીને ઓફિસમાં બોલાવીને વ્યવહાર કરવાની વાત કરી હતી. લાંચીયા કલાર્કએ આ કામ માટે આઠ હજારની લાંચની માગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ આપી હતી. જેના આધારે ગઈકાલે રાંદેર વિસ્તારમાં પાનના ગલ્લા પાસે ટ્રેપીંગ અધિકારી પોલીસ ઇન્સપેકટર એ.કે. ચૌહાણ દ્વારા લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન કલાર્ક ચાલુ નોકરીએ લાંચ લેવા પાનના ગલ્લા નજીક બાઈક લઈને આવ્યો હતો. એસીબીએ કલાર્કને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો.
તાલોદમાં જમીનનું NA કરવા એક લાખ માગ્યા
સાબરકાંઠાના તાલોદ જિલ્લાના આંત્રોલી ગામમાં ફરિયાદીને તેઓના પિતાના નામની ખેતીલાયક જમીન પર એન.એ. કરવાનું હતું. જેના માટે દોલજીવાસ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ગેમર કરશનભાઈ પટેલનોનો સંપર્ક કર્યો હતો. આ તમામ કામ કરી આપવા માટે પહેલા પાંચ હજાર લીધા હતા અને કામ થયા બાદ એક લાખની માગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી એસીબીમાં ફરિયાદ આપી હતી જેના આધારે હિંમતનગરથી તાલોદ જતા જાહેર રોડ પર ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર વી.એન. ચૌધરી દ્વારા લાંચના છટકુ ગોઠવવામાં આવ્યું હતું જેમાં આરોપી લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.
કલોલમાં વારસાઈ કરવા 500 રૂપિયા માગ્યા
ગાંધીનગરના કલોલ તાલુકામાં પાનસર ગામમાં ફરીયાદીના પરદાદાના નામે આવેલા વાડામાં ફરિયાદી તથા તેમના પરિવારજનોના નામે વારસાઇ કરાવવાની હતી. ફરિયાદીએ આ કામ માટે મામલતદાર કચેરીમાં નકલ કારકુન (કરાર આધારીત) મનોજકુમાર પ્રવિણચંદ્ર દરજી પાસે વાડાનું વાડા પત્રક લેવા જતા 500 રૂપિયાની લાંચની માગણી કરી હતી. ફરિયાદી રૂપિયા આપવા માગતા ન હોવાથી એસીબીએમાં ફરિયાદ આપી હતી. જેના આધારે ગઈકાલે લાંચનું છટકું ગોઠવતા નકલ કારકુન 500 રૂપિયા લેતા ઝડપાઈ ગયો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








