Sunday, October 25, 2026
HomeGeneralદર્દનાક ઘટના: હિંમતનગરમાં 18 શખ્સોએ કિશોરી પર ગુજાર્યો બળાત્કાર, માતાનો પ્રેમી પણ...

દર્દનાક ઘટના: હિંમતનગરમાં 18 શખ્સોએ કિશોરી પર ગુજાર્યો બળાત્કાર, માતાનો પ્રેમી પણ સામેલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.હિંમતનગર: સાબરકાંઠાના હિંમતનગરમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં માતાના પ્રેમી સહિત 18 શખ્સોએ સગીરા પર દુષ્કર્મ ગુજારી તેને યાતના આપી હતી. આટલી ઓછું હોય તેમ માતાએ દીકરીને પુખ્ત વયની થયા પછી વેચી દેવાનો પણ ક્યાં ગયો હતો જેમાં તેના મામી પણ તેની સાથે હતા.

હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન એક ગંભીર ઘટનાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં એક સગીર વયની દીકરી સાથે 18 શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. સગીરા સાથે દુષ્કર્મ કરવામાં સગીરાની માતાનો પ્રેમી પણ સામેલ છે. આ પ્રેમી વારંવાર સગીર સાથે દુષ્કર્મ ગુજારતો હતો. હિંમતનગર પોલીસે કુલ ૨૦ લોકો સામે ફરિયાદ નહોતી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

પોલીસે આ ઘટનામાં ફરિયાદ પ્રમાણે કિશોરીની માતા, માતાનો પ્રેમ અને અન્ય એક શખ્સની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પકડાયેલા બે આરોપીઓના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં કિશોરીની માતાએ તેની માગણી સાથે મળીને સગીર પુખ્ત વયની થાય તે પછી રૂપિયા ૧૨ લાખમાં રતલામ જિલ્લામાં વેચી મારવાનો પ્લાન પણ બનાવ્યો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular