Sunday, October 25, 2026
HomeGujaratબનાસકાંઠામાં કોરેટી ગામમાં તળાવના પાણીનો રંગ અચાનક ગુલાબી થયો, લોકોમાં કુતૂહલ

બનાસકાંઠામાં કોરેટી ગામમાં તળાવના પાણીનો રંગ અચાનક ગુલાબી થયો, લોકોમાં કુતૂહલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: બનાસકાંઠામાં એક આશ્ચર્યચકિત કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાના કોરેટી ગામના તળાવમાં અચાનક જ પાણીનો કલર બદલાઈ ગયો હતો જેના કારણે લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. તળાવના પાણી રંગ બદલાઈને ગુલાબી થઈ ગયો હતો, પાણીના આ રંગ બદલાવવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. કેટલાક લોકોનું માનવું છે કે પાણીમાં કોઈ પ્રકારનું કેમિકલ રીએક્શન આવ્યું છે જેના કારણે પાણીનો કલર બદલાઇને ગુલાબી થઈ ગયો છે, પરંતુ પાણીનો કલર કેમ બદલાયો તે અત્યારે હાલ તપાસનો વિષય છે.



પ્રાથમિક માહિતી મુજબ બનાસકંઠના સરહદી વિસ્તાર ગણાતા કોરેટી ગામની આ ઘટના છે. જેનો વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. થોડા સમય અગાઉ આવી જ એક ઘટના કાશ્મીરમાં પણ બની હતી જેમાં ગંદારબલ જિલ્લાના તુલમુલા વિસ્તારમાં એક પાણીની ટાંકીમાં પાણીનો કલર બદલાઈને લાલ થઈ ગયો હતો, તેવી જ રીતે બનાસકંઠના આ તળાવના પાણીનો કલર બદલાઈને ગુલાબી થઈ ગયો છે.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular