Sunday, October 25, 2026
HomeGeneralઅમદાવાદ: નુપુર શર્માની ટિપ્પણી મુદ્દે અમદાવાદમાં તણાવ: પોલીસ અને ફાયર બ્રિગેડના વાહનો...

અમદાવાદ: નુપુર શર્માની ટિપ્પણી મુદ્દે અમદાવાદમાં તણાવ: પોલીસ અને ફાયર બ્રિગેડના વાહનો ઉપર જાળી લગાવવા આદેશ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ભાજપના પ્રવક્તા નુપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ દેશભરમાં શરૂ થયેલા ધારણા પ્રદર્શનની સાથે અમદાવાદમાં પણ શુક્રવારની નમાઝ પછી તણાવપૂર્ણ સ્થિતિ નિર્માણ થઈ છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ધંધા-રોજગાર બંધ કરી દેવામાં આવ્યા હતા. આ મુદ્દે પોલીસ સાથે ઘર્ષણ થાય તેવી ભીંતિને ધ્યાનમાં લઈ અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ ફાયર બ્રિગેડના વાહનોના વિન્ડસ્ક્રીન ઉપર લોખંડની જાળી લગાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.



જુમ્માની નમાઝ બાદ ઉત્તરપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં રસ્તા ઉપર ઉતરી આવેલા લોકોએ નુપુર શર્માની ધરપકડની માગ સાથે દેખાવો કર્યા હતા. કેટલાક સ્થળે દેખાવકારો અને પોલીસ આમને સામને આવી જતાં પથ્થરમારો પણ થયો હતો. અમદાવાદમાં પણ આવી સ્થિતિનું નિર્માણ થયું હતું. મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ટોળાઓ એકત્રિત થયા હતા અને તેમણે સ્વૈચ્છીક બંધની જાહેરાત કરી હતી.

અન્ય રાજયોની સ્થિતિને ધ્યાનમાં લેતા આ મુદ્દો ઉગ્ર બને તો નારાજ દેખાવકારો અને પોલીસ આમને સામને આવી જાય તેવી દેહશત છે. આ દરમિયાન જો પોલીસના વાહનો ઉપર પથ્થરમારો થાય તો પોલીસના જીવને ખતરો થઈ શકે તેવી શક્યતા છે. મોર્ડનાઇઝેશનના ભાગ રૂપે અમદાવાદ પોલીસ અને ફાયર બ્રિગેડ પાસે જે નવા વાહનો આવ્યા છે તેના વિન્ડસ્ક્રીન ઉપર જાળીઓ નથી, જેથી તત્કાળ સાવચેતીના ભાગ રૂપે પોલીસ અને ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વાહનો ઉપર લોખંડની જાળીઓ ફિટ કરવી દે. અમદાવાદ શહેરમાં શાંતિપૂર્ણ સ્થિતિ હોવા છતાં વાતાવરણમાં એક પ્રકારની તંગદિલી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular