Wednesday, April 22, 2026
HomeNationalહિમાચલ પ્રદેશ: ભૂસ્ખલનથી શિવ મંદિર ધરાશાયી થતાં 9 લોકોના મૃત્યુ, 50 જેટલા...

હિમાચલ પ્રદેશ: ભૂસ્ખલનથી શિવ મંદિર ધરાશાયી થતાં 9 લોકોના મૃત્યુ, 50 જેટલા લોકો કાટમાળ નીચે દટાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. શિમલા: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) કુદરતનું રૌદ્ઘ સ્વરૂપ જોવા મળી રહ્યું છે, છેલ્લા 12 કલાકથી સતત અનરાધાર વરસાદ વરસી (Heavy Rain) રહ્યો છે. જેને લઈ લોકોનું જનજીવન ઠપ થયું છે. થોડા દિવસો પહેલા મેઘરાજાએ હિમાચલ પ્રદેશમાં ભયંકર તબાહી મચાવી હતી. જેના કારણે હિમાચલ પ્રદેશને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારે છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદના પગલે અનેક જગ્યાઓએ દુર્ઘટના બની રહી છે. તે વચ્ચે મોટી દુર્ઘટના અહેવાલો શમિલાથી મળી રહ્યા છે. ભૂસ્ખલનથી શિમલાનું (Shimla Landslide) શિવ મંદિર ધરાશાયી (Shiv Temple collapse) થતાં 9 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 50 વધુ લોકો હજી પણ કાટમાળ નીચે દટાયેલા છે. ઘટનાને પગલે સમ્રગ વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. હાલ SDRF અને સેનાના જવાનો દ્વારા રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેથી હજી મૃત્યુઆંક વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હિમાચલ પ્રદેશના પાટનગર શિમલાના ઉપનગર સમરહિલ વિસ્તારમાં ભૂસ્ખલન થતાં મોટી દુર્ઘટના સામે આવી છે. ભૂસ્ખલનના પગલે શિવ મંદિર ધરાશાયી થયું છે. મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. જેમાં અત્યાર સુધી 9 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે 50થી વધુ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ તંત્રને થતાં SDRF અને આર્મીના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાહત બચાવ ટીમ દ્વારા અત્યાર સુધી 9 જેટલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને હજી પણ ફસાયેલા લોકોને રેસ્કયૂ કરવામાં આવી રહ્યા છે. જેથી હજી મૃત્યુઆંક વધી શકે તે શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

- Advertisement -

ઘટનાને પગલે હિમાચલ પ્રદેશના મુખ્યંમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે, ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. જેને કારણે સવારે શિવ મંદિર પાસે મોટી દુર્ઘટના સામે આવી છે. હાલ 9 જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને સ્થાનિક પ્રશાસનને મદદ માટે તમામ પ્રકારની સૂચના આપવામાં આવી છે. તેમજ લોકોને પણ કારણ વગર બહાર ન નીકળવા માટે સૂચનો કરવામાં આવ્યા છે.

દુર્ઘટનાને પગલે SDM તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેમણે મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી કાટમાળ નીચેથી 9 જેટલા લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. તેમજ બચાવ કામગીરી રેસ્કયૂ ઓપરેશન ચલાવી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેને લઈ સ્થાનિક પોલીસનો જંગી કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને રાહત તેમજ બચાવકામગીરીમાં જોડાયો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular