નવજીવન ન્યૂઝ. જામનગરઃ Jamnagar News: ગુજરાતમાં જાણે નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારે નકલી અધિકારીઓની એક બાદ એક કરતુતોનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં (Jamnagar) વધુ એક નકલી અધિકારીની ઘટના સામે આવી છે. CMOના નકલી અધિકારીએ (Fake CMO Officer) જામનગર પોલીસ વડાને (Jamnagar SP) આરોપીને છોડવા માટે ભલામણ કરતાં નકલી અધિકારીનો ભાંડો ભુટ્યો હતો. જોકે આરોપીને છોડવવાના ચક્કરમાં હવે ખુદ નકલી CMO અધિકારીને જેલમાં જવાનો વારો આવ્યો છે. જામનગર પોલીસ વડાને આરોપીને છોડવાની ભલામણ કરતાં જામનગર પોલીસે નકલી અધિકારીને અમદાવાદથી ઝડપીને ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, જામનગર સાયબર ક્રાઈમમાં એક વર્ષ અગાઉ નોંધાયેલા ઓનલાઈન ફ્રોડ કેસમાં તાજેતરમાં સુરતથી આમીર અસલમ ગરાણા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુને (SP Premsukh Delu) નિંકુજ અરવિંદ પટેલ નામના વ્યક્તિએ વોટ્સએપ કોલ કર્યો હતો. જેમાં તેણે પોતે મુખ્યમંત્રી કાર્યલયના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. નિકુંજે જણાવ્યું હતું કે, જામનગર પોલીસએ આમીર અસલમ ગરાણા નામના વ્યક્તિને ઝડપ્યો છે. તેને તાત્કાલીક છોડી દેવા માટે મારી અંગત ભલામણ છે, ધ્યાનથી સાંભળો તેઓને તાત્કાલીક છોડાવવાની વ્યવસ્થા કરો.
જામનગર પોલીસ વડા પ્રેમશુખ ડેલુ પર આવેલા વોટ્સએપ કોલ અંગે ખરાઈ કરતાં મુખ્યમંત્રીના કાર્યાલયમાં નીકુંજ પટેલ નામનો સરકારી અધિકારી નોકરી જ ન કરતો હોવાનું સામે આવ્યું હતું. જેથી જામનગર LCBમાં ASI તરીકે ફરજ બજાવાતા ભરત પટેલે જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નીકુંજ પટેલ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. વોટ્સએપ કોલના નંબરના આધારે પોલીસે તપાસ કરતાં નીકુંજ પટેલને અમદાવાદના ગોતા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે નીકુંજની પુછપરછ કરતાં તેણે નકલી અધિકારીની ઓળખ આપી હોવાનું કબુલ્યું હતું.
જામનગર સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ફ્રોડ કેસમાં સુરતથી ઝડપાયેલા આમીર અસલમ ગરાણાનું ઈન્ટરનેશનલ કનેક્શન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે આ આરોપીને છોડાવા માટે શા માટે નકલી અધિકારીની ઓળખ આપવી પડી હશે તે પણ એક મોટો સવાલ છે, શું નીકુંજે કોઈના કહેવાથી આ પ્રકારનો ફોન કર્યો હતો, શુ આમીરને છોડાવવા માટે પણ દેશ બહારથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે?
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








