નવજીવન ન્યૂઝ.હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં મોટી રોડ દુર્ઘટના થઈ છે. અહીં ટ્રકે ચાલતા જતા છ વ્યક્તિઓને કચળી નાખ્યા છે. ઘટનામાં પાંચના મોત સ્થળ પર જ થઈ ગયા હતા. જ્યારે એકને સારવાર માટે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનાવ મોડી રાત્રે અઢી વાગ્યાના આસપાસના સમયે બની હતી. જ્યારે કાવડ યાત્રાના સાત શ્રદ્ધાળુ ટ્રકની ઝપેટમાં આવી ગયા હતા.
પોલીસે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતોને છોડવામાં આવશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાયલને પહેલા CHC સાદાબાદ લાવવામાં આવ્યો હતો, જ્યાંથી તેને આગ્રા રિફર કરવામાં આવ્યો છે. દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના ગ્વાલિયરથી 25 કિમી દૂર વહાંગીર ખુર્દના રહેવાસી છે. કેટલાક શ્રદ્ધાળુઓનું કહેવું છે કે આ વિસ્તારના 40 થી વધુ લોકો કંવર સાથે પરત ફરી રહ્યા હતા. કેટલાક આગળ હતા અને કેટલાક પાછળ હતા.
આ અકસ્માત સાદાબાદના બધર ગામ પાસે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ પાસે થયો હતો. શ્રદ્ધાળુઓનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં તમામ શાળાઓ અને અન્ય સંસ્થાઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓ 25 જુલાઈ અને 26 જુલાઈએ સાવન (શ્રાવણ)માં કાવળ યાત્રાને કારણે બંધ રહેશે.








