નવજીવન ન્યૂઝ, ડેસ્ક : ગુપ્ત મિશન પાર પાડવા માટે અનેક વખત ગુપ્તચર સંસ્થાના એજન્ટો નામ તેમજ ચહેરામાં ફેરફાર કરીને વિદેશ પ્રવાસ કરતા હોય છે અને આ સામાન્ય વાત છે, પરંતુ કોઈ દેશના વિદેશ મંત્રીને નામ બદલવું પડ્યું હોય તેવું ભાગ્યે જ બન્યું હશે. રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક માટે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump’s meeting with Xi Jinping) ના કાફલા સાથે ચીનના બેઇજિંગ પહોંચેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો (Marco Rubio China visit) ને જોઈને વિશ્વભરમાં અચરજ ફેલાયું છે. કારણ કે, વર્ષ 2020થી માર્કો રૂબિયોના ચીન પ્રવેશ પર પ્રતિબંધ છે અને જે હજુ પણ ચાલુ છે. જો કે, માર્કો રૂબિયોને ચીનમાં પ્રવેશ અપાવવા માટે રેકૉર્ડમાં તેમની સરનેમ ‘રૂબિયો’ને સ્થાને ‘લૂ’ કરી નાંખવામાં આવી અને તેથી જ તેઓ કાયદેસર રીતે ચાઈના પહોંચી શક્યા. રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક માટે ડોનાલ્ડ ટ્રમ્પ
માર્કો રુબિયો જ્યારે સેનેટર હતા ત્યારે તેમણે ચીનમાં ઉઇઘર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચાર અંગે આકરા નિવેદનો આપ્યા હતા. તેમણે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (Chinese Communist Party) પર ‘નરસંહાર’ અને માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપો લગાવ્યા હતા. રુબિયોએ દાવો કર્યો હતો કે, ચીનમાં 10 લાખથી વધુ ઉઇઘર મુસ્લિમોને કેમ્પમાં કેદ કરવામાં આવ્યા છે અને ત્યાં મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે. આ ટિપ્પણીઓને કારણે ચીને તેમના પર કાયમી પ્રતિબંધ લાદી દીધો હતો.








