Friday, July 3, 2026
HomeNationalદિલ્હીમાં અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ, ‘મંડે મેટ્રો’ સહિત CM રેખા...

દિલ્હીમાં અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ, ‘મંડે મેટ્રો’ સહિત CM રેખા ગુપ્તાના 10 મોટા એલાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આ નિર્ણયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચત અને જાહેર ખર્ચ ઘટાડવાની અપીલ બાદ લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. મુખ્યમંત્રીએ ‘મેરા ભારત, મેરા યોગદાન’ અભિયાનની શરૂઆતની જાહેરાત પણ કરી હતી.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે હવે દિલ્હીની તમામ સરકારી કચેરીઓમાં દર અઠવાડિયે બે દિવસ વર્ક ફ્રોમ હોમ રહેશે. ખાનગી ક્ષેત્ર માટે પણ આવી જ સલાહકારી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.

- Advertisement -

સરકારી અધિકારીઓ માટે પેટ્રોલ અને ડીઝલના ફાળવાયેલા ક્વોટામાં 20 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, કર્મચારીઓ માટે ટ્રાન્સપોર્ટ ભથ્થામાં 10 ટકા વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દર સોમવારે ‘મંડે મેટ્રો’ તરીકે ઉજવાશે, જેમાં તમામ મંત્રીઓ, અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ મેટ્રો મારફતે મુસાફરી કરશે. સરકારી અધિકારીઓની કોલોનીઓ બહાર 58 બસોની વ્યવસ્થા કરવામાં આવશે, જે કર્મચારીઓને મેટ્રો સ્ટેશન સુધી પહોંચાડશે.

સરકારી કામકાજમાં ડિજિટલ મોડને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. તમામ બેઠકોમાંથી 50 ટકા બેઠકો ઓનલાઇન યોજવાની યોજના છે. સાથે યુનિવર્સિટીઓને નોન-પ્રેક્ટિકલ ક્લાસ ઓનલાઇન લેવા અને અદાલતોને શક્ય તેટલી વધુ ઓનલાઇન સુનાવણી કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

દિલ્હી સરકારના કોઈ પણ મંત્રી અથવા અધિકારી આગામી એક વર્ષ સુધી સત્તાવાર વિદેશ પ્રવાસ પર નહીં જાય. ઉપરાંત, આગામી ત્રણ મહિના સુધી સરકાર કોઈ મોટો જાહેર કાર્યક્રમ પણ આયોજિત નહીં કરે.

આગામી 6 મહિના સુધી દિલ્હી સરકાર કોઈ નવા પેટ્રોલ, ડીઝલ અથવા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી નહીં કરે તેવો નિર્ણય પણ જાહેર થયો છે.

સરકાર હવે માત્ર 100 ટકા ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે. સરકારી ખરીદીમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપવામાં આવશે અને મોલમાં ખાસ ‘મેડ ઇન ઇન્ડિયા’ કોર્નર બનાવવાની યોજના છે.

- Advertisement -

વીજળી બચત માટે તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડીશનરનું તાપમાન 24થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે જ રાખવાનું રહેશે. સાથે વીજ વપરાશ નિયંત્રિત કરવા ‘માસ્ટર સ્વિચ’ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

લોકોમાં જાગૃતિ લાવવા માટે 90 દિવસનું વિશેષ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં નાગરિકોને ઈંધણ બચત અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવશે. સાથે લોકોને અઠવાડિયામાં એક દિવસ ‘નો વ્હીકલ ડે’ મનાવવાની પણ અપીલ કરવામાં આવી છે.

પેટ્રોલ-ડીઝલ બચાવવા અને સરકારી ખર્ચમાં કાપ મૂકવાના હેતુથી દિલ્હી સરકારે અનેક મોટા નિર્ણયો જાહેર કર્યા છે. દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં અઠવાડિયામાં બે દિવસ સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ અમલમાં મુકવા સહિત 10 મહત્વપૂર્ણ એલાન કર્યા હતા. સાથે ખાનગી કંપનીઓને પણ સમાન મોડેલ અપનાવવા અપીલ કરવાની વાત કરી છે.

આ નિર્ણયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચત અને જાહેર ખર્ચ ઘટાડવાની અપીલ બાદ લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. મુખ્યમંત્રીએ ‘મેરા ભારત, મેરા યોગદાન’ અભિયાનની શરૂઆતની જાહેરાત પણ કરી હતી.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે હવે દિલ્હીની તમામ સરકારી કચેરીઓમાં દર અઠવાડિયે બે દિવસ વર્ક ફ્રોમ હોમ રહેશે. ખાનગી ક્ષેત્ર માટે પણ આવી જ સલાહકારી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.

સરકારી અધિકારીઓ માટે પેટ્રોલ અને ડીઝલના ફાળવાયેલા ક્વોટામાં 20 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, કર્મચારીઓ માટે ટ્રાન્સપોર્ટ ભથ્થામાં 10 ટકા વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દર સોમવારે ‘મંડે મેટ્રો’ તરીકે ઉજવાશે, જેમાં તમામ મંત્રીઓ, અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ મેટ્રો મારફતે મુસાફરી કરશે. સરકારી અધિકારીઓની કોલોનીઓ બહાર 58 બસોની વ્યવસ્થા કરવામાં આવશે, જે કર્મચારીઓને મેટ્રો સ્ટેશન સુધી પહોંચાડશે.

સરકારી કામકાજમાં ડિજિટલ મોડને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. તમામ બેઠકોમાંથી 50 ટકા બેઠકો ઓનલાઇન યોજવાની યોજના છે. સાથે યુનિવર્સિટીઓને નોન-પ્રેક્ટિકલ ક્લાસ ઓનલાઇન લેવા અને અદાલતોને શક્ય તેટલી વધુ ઓનલાઇન સુનાવણી કરવા અપીલ કરવામાં આવી છે.

દિલ્હી સરકારના કોઈ પણ મંત્રી અથવા અધિકારી આગામી એક વર્ષ સુધી સત્તાવાર વિદેશ પ્રવાસ પર નહીં જાય. ઉપરાંત, આગામી ત્રણ મહિના સુધી સરકાર કોઈ મોટો જાહેર કાર્યક્રમ પણ આયોજિત નહીં કરે.

આગામી 6 મહિના સુધી દિલ્હી સરકાર કોઈ નવા પેટ્રોલ, ડીઝલ અથવા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી નહીં કરે તેવો નિર્ણય પણ જાહેર થયો છે.

સરકાર હવે માત્ર 100 ટકા ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે. સરકારી ખરીદીમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપવામાં આવશે અને મોલમાં ખાસ ‘મેડ ઇન ઇન્ડિયા’ કોર્નર બનાવવાની યોજના છે.

વીજળી બચત માટે તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડીશનરનું તાપમાન 24થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે જ રાખવાનું રહેશે. સાથે વીજ વપરાશ નિયંત્રિત કરવા ‘માસ્ટર સ્વિચ’ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

લોકોમાં જાગૃતિ લાવવા માટે 90 દિવસનું વિશેષ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં નાગરિકોને ઈંધણ બચત અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવશે. સાથે લોકોને અઠવાડિયામાં એક દિવસ ‘નો વ્હીકલ ડે’ મનાવવાની પણ અપીલ કરવામાં આવી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular