નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Talati Cum Mantri Exam 2023:રાજ્યમાં લાંબા સમયગાળા પછી લેવી ન લેવીની વિચારણાઓ વચ્ચે આખરે રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા (Talati Exam 2023)આગામી 7 મે ના રોજ લેવાની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે હવે ફરીથી તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના(GPSSB) અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) એક મોટી જાહેરાત કરી છે. જેમાં પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન આચરાય તેને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના હિતમાં એક નિર્ણય લેવામનાં આવ્યો છે.
પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે, તલાટીની પરીક્ષા આપતા પહેલાં તમામ ઉમેદવારોના અંગૂઠાના નિશાન અને સહી લેવામાં આવશે. તેમજ પરીક્ષા શરૂ થવાના સમયે જ એટલે કે 12.30 વાગ્યે જ ઉમેદવારને પ્રશ્નપેપર આપવામાં આવશે. તેમ જણાવ્યું છે. આ અગાઉ ઉમેદવારે પરીક્ષા કેન્દ્રોમાં વહેલું પેપર આપવાની રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને હસમુખ પટેલે આજે ટ્વીટ કરીને આ અંગેની સ્પષ્ટતા કરી છે.
મહત્વનું છે કે, લાંબા સમયથી પાછી ઠેલાતી તલાટીની પરીક્ષા હવે યોજાવા જઈ રહી છે. એક તરફ હાલ ડમીકાંડનો મુદ્દો પણ ચર્ચાના એરણે ચડ્યો છે જેના કારણે તંત્રને પણ દોડતું થયું છે. ત્યારે તલાટીની પરીક્ષામાં આવી કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાઈ તે હેતુસર આ નિર્ણય કર્યો હોવાનું હસમુખ પટેલે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હસમુખ પટેલ આ અગાઉ પણ તલાટી કમ મંત્રીની પરીક્ષામાં હાજર રહેવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અંગે પણ ટ્વીટ કરીને જાહેરાત કરી ચુક્યા છે. જે ફોર્મ ઓજસ વેબસાઈટ પર મુકવામાં આવ્યું છે. જે તારીખ 20 એપ્રિલ સવારે 11.00 વાગ્યા સુધીમાં ઓનલાઈન ભરી શકાશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








