નવજીવન ન્યૂઝ.રાજકોટ: Rajkot Crime News: રાજકોટના (Rajkot) વિંછિયા તાલુકામાં દંપતીના તાંત્રિકવિધિમાં બલિ ચડાવવાની (Vinchhiya couple sacrifice) ઘટનાથી સમ્રગ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં પોલીસે ઘટના સ્થળે કરેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે (Rajkot Police) દાવો કર્યો છે કે આ કોઈ માનવબલિ નથી પણ પતિ-પત્ની દ્વારા તાંત્રિકવિધિના (Tantrik Vidhi)નામે કરવામાં આવેલી આત્મહત્યા (Couple Suicide) છે. ઘટના સ્થળે સુસાઈડ નોટ (Suicide Note) પણ મળી આવી હતી. જેમાં કોઇના દબાણ કે કહેવાથી આત્મહત્યા કર્યુ હોવાનું કારણ સામે આવ્યું નથી.

વિંછિયા તાલુકામાં દંપતીએ વાડીમાં તાંત્રિકવિધિ કરી મસ્તક હવન કુંડમાં હોમી દેવાની હચમચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમા દંપતી છેલ્લાં 1 વર્ષથી વાડીમાં આવેલા શિવિલિંગ પૂજા કરતા હતા અને ત્યાં શનિવારે હવનકુંડની પાળી પર માચડો બનાવ્યો હતો. જેમાં લોખંડની ધારદાર પ્લેટો લગાવી હવનકુંડની પાળી પર માથું રાખી સુઈ ગયા હતા. રસ્સી ખેંચતા ધારદાર પ્લેટો પડતા મહિલાનું મસ્તક ધડથી અલગ થઈ હવનકુંડમાં પડ્યુ હતું. તો બીજી તરફ પુરુષનું મસ્તક તેનાથી થોડે દૂર પડેલું જોવા મળ્યું હતું.

ઘટનાને પગલે મામલદાર સહિત પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહને FSLમાં મોકલવામાં આવ્યા હતા. સમ્રગ ઘટનાને અંગે ઝીણવટપૂર્વક તપાસ કરતા હાલ આ બલિ નહીં પણ આપઘાતની ઘટના હોવાનો પોલીસે દાવો કર્યો છે.
બીજી તરફ વિજ્ઞાનજાથા જયંત પંડ્યાએ આ ઘટનામાં તંત્રવિધિ મુજબ બલિ ચડાવવાનુ નહીં પણ આપઘાત કર્યા હોવાની આશંકા વ્યકત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, “કોઈની દુષ્પ્રરેણા વગર આ ઘટના શક્ય જ નથી”. વિંછિયામાં બનેલી આ ઘટનાએ આજના આધુનિક સમાજને વિચારતા કરી દીધા છે. આજે પણ ગુજરાતના અંતરિયાળ ગામમા અંધશ્રદ્ઘા જીવંત છે. ભૂતકાળમાં પણ અંધશ્રદ્ધા તાંત્રિકવિધિના નામે જીવનના હોમાઈ જવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. છતાં આ સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો.
TAG: Rajkot Crime News, Vinchhiya couple sacrifice or suicide, Kamal Pooja vichhiya
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








