Tuesday, April 16, 2024
HomeGujaratVadodaraવડોદરામાં તલાટીની પરીક્ષામાં ઉમેદવારોની અંગૂઠાની છાપ ન લેવાનો મામલો, અઘ્યક્ષ હસમુખ પટેલે...

વડોદરામાં તલાટીની પરીક્ષામાં ઉમેદવારોની અંગૂઠાની છાપ ન લેવાનો મામલો, અઘ્યક્ષ હસમુખ પટેલે આપી સ્પષ્ટતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ ગાંધીનગર: ગુજરાતમાં ગત 7 મેના રોજ યોજાયેલી તલાટીની પરીક્ષા (Talati Exam 2023) બાદ વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં (Vadodara MS University) આવેલા પોલિટેકનિક કેન્દ્રમાં OMR શીટ પર વિદ્યાર્થીઓના અંગૂઠાની છાપ (fingerprints) ન લેવાઈ હોવાની વાત ધ્યાને આવી હતી. આ ઘટનાને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના (GPSSB) ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) જેમની બેદરકારી છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો કર્યા છે.

ઘટના કઈક એવી હતી કે, 7 મેના રોજ તલાટીની પરીક્ષા દરમિયાન હસમુખ પટેલ દ્વારા એવા આદેશ આપ્યા હતા કે, દરેક ઉમેદવારોની અંગૂઠાની છાપ OMR શીટ પર ફરજિયાત લેવાં આવે. પરંતુ વડોદરાની એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિક સેન્ટરમાં 8 જેટલા વર્ગખંડમાં વિદ્યાર્થીના અંગૂઠાની છાપ લેવામાં આવી ન હતી. આ વાત હસમુખ પટેલના ધ્યાને આવતા તેમણે બેદરકાર નિરીક્ષક અને શિક્ષકો સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે. આ અંગે તેમણે એક પત્રકાર પરિષદ પણ કરી હતી.

- Advertisement -

હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “વડોદરાના એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિક સેન્ટરમાં 8 પરીક્ષા વર્ગખંડની અંદર ઉમેદવારોના અંગૂઠાની છાપ લેવામાં આવી ન હતી, આ અંગે અમે વડોદરા પરીક્ષા સમિતિને જાણ કરી છે અને જે બોર્ડ પ્રતિનિધિની ભૂલ છે, નિષ્કાળજી છે કે પછી બેદરકારી છે તેમની સામે ખાતાકીય પગલા લેવા અને 8 જેટલા પરીક્ષા ખંડમાં જે ઉમેદવારોના અંગૂઠા લેવાયા ન હતા તેમના પ્રવેશ સમયના CCTV, તેમની એડન્ટનસીટ, તેમના કોલ લેટર અને તેમના કલાસરૂમ CCTVના અઘારે ખરાઈ કરવામાં આવી રહી છે. આ સમ્રગ પ્રક્રિયા કોઈ ગેરરિતી નહીં પણ બેદરકારી હોવાનું સામે આવ્યું છે. જેની ખાતકીય તપાસના આદેશ આપી દેવાયા છે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular