Saturday, November 8, 2025
HomeGeneralહરિયાણાની યુવતીને અંકલેશ્વરની મિત્રએ નોકરીની લાલચ આપી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી

હરિયાણાની યુવતીને અંકલેશ્વરની મિત્રએ નોકરીની લાલચ આપી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અંકલેશ્વર : Ankleshwar News:કેટલાંક ભેજાબાજો યુવતીઓને રોજગાર આપવાની લોભામણી લાલચ આપી ગોરખધંધામાં ધકેલવાનું રેકેટ ચલાવતા હોય છે. મોટાભાગે અન્ય રાજ્યની યુવતીઓ સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી, સારા પગાર પેકેજની ઓફર આપી, લોભમણી લાલચથી યુવતીઓને છેતરવાના પ્રયાસ કરવામાં આવતા હોય છે. આવા કિસ્સામાં યુવતીઓને નોકરીના નામે ફસાવી ગેરકાયદેસરના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની અનેક ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે વધુ એક કિસ્સો ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વરમાંથી(Ankleshwar) સામે આવ્યો છે. જ્યાં હરિયાણાની યુવતીને (Haryana Girl) અંકલેશ્વરની મિત્રએ નોકરી આપવાના બહાને બોલાવી દેહ વ્યાપારના રેકેટમાં(Prostitution racket) ધકેલાવાનું કૃત્ય સામે આવ્યુ છે.

ભરૂચની એક યુવતી દ્વારા તેની હરિયાણા ખાતે રહેતી મિત્રને નોકરી અપાવવાનું કહી ભરૂચ બોલાવી હતી. હરિયાણાની યુવતીએ માતા-પિતાની છત્રછાયા ગૂમાવતા એકલી પડી ગઈ હતી. જેથી ગુજરાન ચલાવવુ દિવસે ને દિવસે મુશ્કેલ બની રહ્યું હતું. તેણે મિત્રને નોકરી અંગે વાત કરતા અંકલેશ્વર ખાતે રહેતી તેની મિત્રએ તેને નોકરી અપાવવાનું કહી હરિયાણાથી અંકલેશ્વર બોલાવી હતી. જ્યાં નોકરી અપાવવાનું કહી મસાજ પાર્લરના ધંધામાં ધકેલી દીધી હતી. યુવતીને ધીમે ધીમે સમય જતા ખબર પડી કે અહીંયા મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારનો ગોરખધંધો ચલાવી રહ્યા છે. યુવતીને માલુમ પડ્યું કે, અન્ય રાજ્યની યુવતીઓને ભોળવી ફોંસલાવી તેમને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવી રહી છે. ત્યારબાદ એક દિવસ તેને તક મળતા યુવતી જેમ તેમ કરી ત્યાંથી નાસી છૂટી હતી અને ટ્રેનમાં બેસી વતન જવા રવાના થઇ હતી. જોકે યુવતી ખૂબ ગભરાયેલી હતી. ટીકિટ ચેકરનું ધ્યાન જતા તેણે યુવતીની પૂછપરછ કરી હતી અને યુવતીએ પોતાની આપવીતી જણાવતા તેને 181 મહિલા અભયમ ખાતે મોકલી દેવામાં આવી હતી. જ્યાં યુવતીનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેને વતન પર મોકલવામાં આવી છે.

- Advertisement -

જોકે આ પ્રકારની ઘટના બાદ અંકલેશ્વરમાં ફરી એકવાર મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપાર ચાલતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. અવાર-નવાર આ ગોરખધંધાને ડામવા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટિલ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. આવા સ્પા સામે દરોડો પાડવામાં આવે છે. જોકે આ પ્રકારની વધુ એક ઘટના બનતા પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular